________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવડ કષાયનો અભાવ થતાં વીતરાગી શાંત પરિણામ પ્રગટયા તે “શમ” છે. અને આત્માના અતીન્દ્રિય સ્વભાવની અનુભૂતિના બળે ઈદ્રિય તરફનો ભાવ છૂટી જવો તેનું નામ “ઈદ્રિયદમન' છે. એકલા ઉપવાસાદિ વડે ઇન્દ્રિયોને સુકવી નાંખવાની વાત નથી. તે ઈદ્રિયો તો જડ છે; તે ઇન્દ્રિયો તરફનો ભાવ છોડીને અતીન્દ્રિયજ્ઞાનવડે આત્માના આનંદનો અનુભવ કરવો તે ઈન્દ્રિયજય છે. આવા શમ અને ઇન્દ્રિયદમન ભેદજ્ઞાનસહિતના શુદ્ધભાવ વડે થાય છે, અને તેનાથી જ સંવર-નિર્જરા થાય છે. ઈન્દ્રિયોને જે પોતાની માને, ઇન્દ્રિયોને જે જ્ઞાનનું સાધન માને તે તેનું અવલંબન કેમ છોડ? તે તો ઇન્દ્રિયોમાં જ પોતાના જ્ઞાનને જોયા કરે, એટલે તેને તો ઇન્દ્રિયદમન ક્યાંથી થાય? શમ-દમ-તપ કે સંવર-નિર્જરા તે સ્વદ્રવ્યના જ અવલંબને થાય છે, પરના અવલંબને થતા નથી. અરે, સ્વદ્રવ્યને મુકીને ધર્મ કેમ થાય? પરસન્મુખ રહીને નિમિત્ત ફર્યું તેથી શું? કે રાગનો પ્રકાર (તીવ્ર-મંદ) ફર્યો તેથી શું? જ્યારે સ્વસમ્મુખ થઈને રાગરહિત શુદ્ધપરિણતિ થાય ત્યારે જ ધર્મ અને સંવરનિર્જરા થાય છે.
ભગવાન આદિનાથે કે ભગવાન મહાવીરે મુનિદશામાં જે તપ કર્યો તેમાં તો ચૈતન્યની ઉગ્ર શુદ્ધતા તપતી હતી; બાહ્ય દષ્ટિવાળા જીવોએ તે શુદ્ધતાને તો દેખી નહિ ને બહારમાં ખોરાકનો સંયોગ ન થયો તેને જ તપ માની લીધો. –પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com