SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીતરાગવિજ્ઞાન ભાગ-૩] [ ૧૧૧ * જીવના સુખને કે દુઃખને બહારના પદાર્થો કારણભૂત નથી. * એક જ બાહ્યપદાર્થમાં એક માણસ સુખની કલ્પના કરે છે, –બીજ દુ:ખની - માટે સુખ દુઃખની કલ્પનાનું પણ કારણ પરદ્રવ્ય ન ઠર્યું. - આમ જાણે તે જીવ પરદ્રવ્યમાં સુખ-દુ:ખની બુદ્ધિ તથા રાગ-દ્વેષ છોડીને, પોતાના ભાવમાં જે રીતે સુખ થાય ને દુઃખ મટે તેવો ઉપાય કરે, એટલે કે સંવર-નિર્જરાનો ઉપાય કરે ને આસ્રવ-બંધને છોડે. નવતત્ત્વને ઓળખવામાં આ બધું આવી જાય છે. કેટલાક લોકો નવ તત્ત્વનાં નામ ગોખે છે (જો કે ઘણાયને તો નામ પણ નથી આવડતા ) પણ તેના સ્વરૂપની ઓળખાણ કરવી જોઈએ. પાપનો કે પુણ્યનો આસ્રવ જેનાથી થાય તે પોતે દુઃખ છે અને દુઃખનું જ કારણ છે. અજ્ઞાની પુણ્યાગ્નવને ધર્મનું કારણ માને છે, પણ અહીં તો કહે છે કે તે દુઃખનું જ કારણ છે. કોઈ સમજે કે આસ્રવમાં અત્યારે ભલે દુ:ખ હોય પણ ભવિષ્યમાં તે સુખનું કારણ થશે, તો કહે છે કે ના; આસવો (એટલે મિથ્યાત્વ અને પુણ્ય-પાપના બધા ભાવો) તે અત્યારે પણ દુઃખ છે ને ભવિષ્યમાં પણ તેની સાથેનો સંબંધ દુઃખનું જ કારણ છે. જે પોતે દુઃખસ્વરૂપ જ છે તે સુખનું કારણ Please inform us of any errors on [email protected]
SR No.008228
Book TitleDhhadhala Pravachana 3
Original Sutra AuthorN/A
AuthorDaulatram Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1972
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy