________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ દુઃખરૂપ જ છે, તે કદી સુખના કારણે થતાં નથી; આ રીતે જ્ઞાનને અને રાગને તદ્દન ભિન્નપણું છે. શ્રી કુંદકુંદસ્વામી કહે છે કે
આ સર્વ જીવનિબદ્ધ અધ્રુવ શરણહીન અનિત્ય છે; એ દુઃખ, દુઃખફળ જાણીને એનાથી જીવ પાછો વળે.
(સમયસાર ગાથા ૭૪) જીવ-અજીવના ભેદજ્ઞાનવડે, એટલે કે સાત તત્ત્વના યથાર્થ જ્ઞાનવડે જીવ આસ્રવોથી પાછો વળે છે ને જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતારૂપ સંવરદશાને ધારણ કરે છે. તેથી વીતરાગ ભેદજ્ઞાન વારંવાર ઘૂંટવા જેવું છે.
* આત્માને સુખરૂપ કે દુઃખરૂપ કોણ થાય? * કે આત્મામાં જે હોય તે; * આત્મામાં જે હોય જ નહિ તે સુખ-દુખનું કારણ
ન થાય; * જેમકે સસલાનું શીંગડું છે જ નહિ તો તે કોઈને
લાગતું નથી; * તેમ આત્મામાં કર્મ છે જ નહિ તો તે આત્મામાં
કાંઈ કરતા નથી. * આત્મામાં આનંદસ્વભાવનું અસ્તિત્વ છે, તેના
અવલંબને સુખની ઉત્પત્તિ છે. * સ્વભાવને ભૂલીને આત્મા રાગાદિરૂપ પરિણમે
તેમાં આકુળતારૂપ દુ:ખ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com