________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૯ ઓઢાડવાની તેને ટેવ છે. હે ભાઈ, પરવસ્તુ કાંઈ તારા ગુણદોષનું કે સુખ-દુઃખનું કારણ નથી. તારા પરિણામમાં તારા સ્વભાવની અનુકૂળતા તે જ સુખ, ને સ્વભાવથી પ્રતિકૂળતા તે જ દુઃખ; દેહની અનુકૂળતા-પ્રતિકૂળતામાં તારું કાંઈ સુખ-દુ:ખ નથી. વાંઝીયાપણું-વિધવાપણું-ક્ષયરોગછેદન-ભેદન-મોટર ફાટે-વિમાન તૂટે-બોંબ પડે એમાં ક્યાંય જીવનું દુઃખ નથી; એ તો ભિન્ન વસ્તુ છે. ભિન્ન વસ્તુ કે જેનું તારામાં અસ્તિત્વ જ નથી તે તને દુ:ખ કેમ આપે? પોતે પોતાના સ્વભાવને ભૂલીને, સંયોગ સામે જોઈ જોઈને જે મોહરાગ-દ્વેષ કરે છે તેનું જ પોતાને દુ:ખ છે. ને પોતાનો આનંદસ્વભાવ છે તેની સામે જોતાં સુખ થાય છે. આ રીતે તારા દુઃખ-સુખનાં કારણો તારામાં છે, બીજામાં નથી. તેને ઓળખીને તેમાંથી દુઃખનાં કારણરૂપ આસવ-બંધને છોડવા, અને સુખનાં કારણરૂપ સંવર-નિર્જરાને આદરવા.
આનંદસ્વભાવનું અસ્તિત્વ તારામાં ત્રિકાળ છે; તારા આ અસ્તિત્વને ભૂલીને તે પોતે પર્યાયમાં ક્ષણિક દુ:ખ ઊભું કર્યું છે. તારા અસંખ્યપ્રદેશી ચૈતન્યધામમાં અનંતગુણો ને તેની પર્યાયો-એટલું તારું અસ્તિત્વ! તારામાં આનંદના અસ્તિત્વને દેખ તો તારી પર્યાયમાં આનંદ થાય. અંતર્મુખ થઈને પોતાના આનંદના અસ્તિત્વને કારણ બનાવતાં આનંદના અનુભવરૂપ કાર્ય થાય છે. આત્માનો જ્ઞાનસ્વભાવ તે આનંદનું જ કારણ છે, તે દુઃખનું કારણ નથી; રાગાદિ આસ્રવભાવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com