________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૦૭
પ્રશ્ન:- એકલું શુદ્ધ આત્મતત્ત્વ માને ને આ બધું ન માને તો?
ઉત્તર:- ભાઈ, શુદ્ધ આત્માને જે ખરેખર જાણે તેના જ્ઞાનમાં આ બધા તત્ત્વોનો સ્વીકાર પણ આવી જ જાય છે. શુદ્ધઆત્મા હું છું-એમ જાણ્યું ત્યાં, તેનાથી વિરુદ્ધ, એવા રાગાદિ અશુદ્ધભાવો હું નથી-એમ પણ જાણ્યું, એટલે તે રાગાદિને ( આસવ-બંધને ) હૈય જાણ્યા; ( ભલે તેને આસ્રવ વગેરે શબ્દો ન આવડતા હોય પણ તેના નિષેધનો ભાવ તો જ્ઞાનમાં વર્તે જ છે.) તથા શુદ્ધઆત્માને ઓળખતાં તેના અનુભવમાં જે વીતરાગી આનંદ આવ્યો તેને તે સારો-ઉપાદેય જાણે છે, અને તે જ સંવ૨-નિર્જરા છે, એટલે સંવ૨-નિર્જરા-મોક્ષનું જ્ઞાન પણ તેમાં આવી ગયું; ભલે નામ ન આવડતા હોય.
'
જીવને સુખ-દુઃખનું કારણ પોતાનો ભાવ છે, સમ્યક્ત્વાદિ વીતરાગભાવ તે સુખ છે, મિથ્યાત્વાદિ ભાવો તે દુ:ખ છે. લીલીછમ વનસ્પતિ પવનમાં લહેરાતી હોય તે વખતે પણ તે એકેંદ્રિય જીવો અનંત દુઃખ વેદી રહ્યા છે. માથે હજા૨મણની શિલા પડી હોય, શરીર છુંદાઈ ગયું હોય, છતાં શરીરની એવી પ્રતિકૂળતા વખતે પણ જીવ સમાધાન કરીને અંદર શાંત-અનાકુળ પરિણામ રાખી શકે છે, -કેમકે શરીરથી જીવ જુદો છે. લોકો તો બહારથી જીએ કે શ૨ી૨ છેદાયું- ભેઠાયું માટે તે જીવ ઘણો દુ:ખીપણ એ જ સંયોગ હોવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com