________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંવર તથા નિર્જરાતત્ત્વનું વર્ણન
રીત:
'
?
शम-दमतें जो कर्म न आवें सो संवर आदरिये। तपबलतें विधिझरन निर्जरा ताहि सदा आचरिये।।९।।
શુદ્ધઉપયોગ અને વીતરાગતારૂપી આત્માનું જે વહાણ, તેમાં મિથ્યાત્વ-રાગાદિ છીદ્રો વડે કર્મરૂપી પાણી આવે છે તે આસ્રવ છે; સમ્યગ્દર્શનપૂર્વક શુદ્ધતા ને વીતરાગતા થતાં તે છીદ્ર બંધ થઈ જાય છે એટલે કર્મનું આવવું અટકી જાય છે, તે સંવર છે; અને જેમ નૌકામાં ભરાયેલું પાણી બહાર ઉલેચી નાખે તેમ તમારા વિશેષ શુદ્ધિ થતાં આત્માંથી કર્મો ઝરી જાય છે, તે નિર્જરા છે. આવા સંવર-નિર્જરા તે જીવને સુખનું કારણ છે, માટે તેનું સદા આચરણ કરવું.
પહેલાં સંવર શું અને નિર્જરા શું તે બરાબર ઓળખવું જોઈએ. સંવર-નિર્જરા કાંઈ શરીરની અવસ્થા વડે નથી થતા; જીવના ઉપયોગની શુદ્ધતા અને તેની વૃદ્ધિ, તેના વડે જ જીવને સંવર-નિર્જરા થાય છે. તપના બળથી નિર્જરા થવાનું કહ્યું તે પણ ચૈતન્યની ઉગ્ર શુદ્ધતારૂપ તપ છે, અને તે સદાય આચરવા જેવી છે. દેહથી ભિન્ન ચૈતન્યને તો જાણે નહિ, ને દેહને સૂકવીને નિર્જરા કરવા માંગે. તેને સાચી નિર્જરા હોતી નથી; નિર્જરાતત્ત્વને તે ઓળખતો પણ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com