________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૦૫ આ રીતે સાતતત્ત્વમાં આસ્રવ અને બંધ દુઃખદાયક હોવાથી તેને છોડવા જેવા કહ્યા; હવે તેની સામે સંવર અને નિર્જરાતત્ત્વ સુખદાયક હોવાથી આદરવા જેવા છે એમ કહે
છે.
જ્ઞાની જાણે છે કે બહારની કોઈ પ્રતિકૂળતાથી ઘેરાયેલો હું નથી; હું તો મારા જ્ઞાન-આનંદ-શાંતિ વગેરે અનંત ગુણોની નિર્મળ પરિણતિથી ઘેરાયેલો છું. બહારના સંયોગ મારામાં કેવા ? સંયોગમાં હું નથી; મારા જ્ઞાન-આનંદમાં જ હું છું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com