________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૦૦ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
અથવા ઈશ્વરે મને બનાવ્યો છે, અથવા રાગ તે સુખરૂપ છે. તે તો શરીરથી ભિન્ન, રાગથી ભિન્ન, શાશ્વત જ્ઞાનસ્વરૂપે જ પોતાને અનુભવે છે, ને તેવો જ શ્રદ્ધે છે.
આ રીતે પોતાના હિત માટે પ્રયોજનભૂત તત્ત્વોને સમ્યગ્દષ્ટિ બરાબર જાણે છે. મૂળવસ્તુ જીવ અને અજીવ, તેમની ભિન્નતા, તથા જીવને સુખ-દુઃખના કારણરૂપ પર્યાયો, તેનું જ્ઞાન કરવું તે પ્રયોજનરૂપ છે, અને સાતતત્ત્વમાં તે બધું જ્ઞાન આવી જાય છે. ઘડો તે અજીવની પર્યાય છે અને તે મારું કાર્ય નથી- એમ ધર્મી જાણે છે. પણ તે ઘડો ક્યાં બન્યો ? ક્યારે બન્યો? તેની માટી ક્યાંથી આવી? તેને બનવામાં ક્યો કુંભાર નિમિત્ત હતો? -એ બધું જાણવું અપ્રયોજનરૂપ છે, તેની સાથે જીવના હિત-અહિતનો સંબંધ નથી. તે જાણે તો કાંઈ તેનાથી જીવનું હિત થઈ જતું નથી, અને તે ન જાણે તેથી કાંઈ જીવનું હિત અટકી જતું નથી. પણ ચેતનલક્ષણરૂપ જીવ શું? તેની અંતરાત્મા વગેરે દશાઓ કેવી હોય ? તેનું જ્ઞાન ( શબ્દજ્ઞાન નહિ પણ ભાવભાસનરૂપ જ્ઞાન ) ધર્મીને જરૂર હોય છે. હું ચેતન છું; મારા ચેતનનો એક અંશ પણ અજીવમાં નથી, ને અજીવનો એક અંશ પણ ચેતનમાં નથી. ચેતનના બધા ગુણો ચેતનમાં છે, જડના બધા ગુણો જડમાં છે, બંનેની અત્યંત ભિન્નતા છે. જીવ-અજીવના ગુણો જુદા, જીવ-અજીવની પર્યાયો જાદી; એમ દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ-પર્યાયોનું ધારક છે, કોઈનો અંશ કોઈમાં ભળતો નથી. સર્વજ્ઞના માર્ગઅનુસાર તેને બરાબર ઓળખવા જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com