________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ઉપયોગ-તે કર્મના આસ્રવનું કારણ છે; તે આસ્રવભાવો આત્માને દુ:ખનાં કારણ છે, માટે છોડવા જેવા છે. પાપ હો કે પુણ્ય, તે બંનેને આસવમાં સમાડીને, છોડવા જેવા કહ્યા છે, પાપઆસ્રવ છોડવા જેવા ને પુણ્યઆસ્રવ આદરવા જેવા -એમ નથી કહ્યું. એ જ રીતે બંધતત્ત્વમાં પણ પાપબંધ ને પુણ્યબંધ બંનેને છોડવાયોગ્ય સમજી લેવા. મિથ્યાત્વાદિ ભાવોને કારણે આત્મપ્રદેશોમાં કર્મોનું બંધન થાય તે બંધતત્ત્વ છે, તે જીવને દુઃખનું કારણ છે, માટે તે મિથ્યાત્વાદિ બંધભાવો ક્યારેય કરવા જેવા નથી.
ભાઈ, તને દુઃખનું કારણ તારા મિથ્યાત્વ તથા ક્રોધાદિ ભાવો જ છે, માટે આસવ-બંધના કારણરૂપ તે ભાવો છોડવા જેવા છે. જે કોઈ ભાવથી જીવને જરાપણ આસ્રવ કે બંધ થાય તે ભાવ સારો નથી, હિતરૂપ નથી, કરવા જેવો નથી, પણ છોડવા જેવો છે–એમ સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે. એનાથી વિપરીત જે માને તેને આસવબંધતત્ત્વોની શ્રદ્ધામાં ભૂલ છે, એટલે બધા તત્ત્વોની શ્રદ્ધામાં ભૂલ છે.
હે ભાઈ, તારા હિત માટે પ્રયોજનભૂત તત્ત્વોને તો તું જાણ. જીવ અને અજીવ બંને ભિન્ન તત્ત્વો, તેમાં જેનાં જે ગુણ-પર્યાયો હોય તેનાં જ તે માનવા જોઈએ, એકબીજામાં ભેળવવા ન જોઈએ. તેમજ જીવના જ્ઞાનાદિ સ્વભાવભાવો અને રાગાદિ વિભાવભાવો તેમને પણ ભિન્નભિન્ન ઓળખીને તત્ત્વોની સાચી શ્રદ્ધા કરવી જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com