________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ નથી થઈ જતી. જેમ કેવળજ્ઞાન વખતે સામે શેયપણે જગત નિમિત્ત છે તેથી કાંઈ કેવળજ્ઞાન યોને આધીન નથી થઈ જતું, તે તો સ્વાધીન છે; તેમ બધા પદાર્થોનું પરિણમન સ્વાધીન છે. ચાલીને થાકેલા માણસને કાંઈ ઝાડ... પાણી કોઈ માછલાને એ નથી કહેતું કે તું અહીં બેસ! પાણી કાંઈ માછલાને એમ નથી કહેતું કે તું ચાલ! પદાર્થો કાંઈ જ્ઞાનને એમ નથી કહેતા કે તું મને જાણ ! પદાર્થો સ્વાધીનપણે જ પોતપોતાની ગતિ-સ્થિતિ કે જ્ઞાનાદિ પરિણતિરૂપે પરિણમી રહ્યા છે. અજ્ઞાનમાંથી જ્ઞાનરૂપે પરિણમનાર શિષ્યને જ્ઞાની ગુરુ નિમિત્ત છે, પણ તે ગુરુ કાંઈ આની જ્ઞાનપરિણતિના કર્તા નથી. અહીં, સર્વજ્ઞમાર્ગનું વીતરાગવિજ્ઞાન અલૌકિક છે. પદાર્થનું સ્વાધીન-સ્વરૂપ તે બતાવે છે. આવા સ્વાધીન તત્ત્વનો ઉપદેશ તે જ ઇષ્ટ ઉપદેશ છે; આવા ઉપદેશ વડે જ ભેદજ્ઞાન અને વીતરાગતા થતાં જીવનું હિત થાય છે.
વસ્તુનું પોતાનું શું સ્વરૂપ છે-તે લક્ષમાં લઈને સમજવાની શરૂઆત કરવી જોઈએ; કેમકે સ્વના જ્ઞાનપૂર્વક પરનું સાચું જ્ઞાન થાય છે. જેમકે જગતમાં ધર્માસ્તિઅધર્માસ્તિ બંને એક સાથે સર્વત્ર વિદ્યમાન છે, તેમાંથી ક્યારે કોને નિમિત્તે કહેવું તેનો નિર્ણય તો પદાર્થના કાર્ય ઉપરથી થશે. પદાર્થ ગમન કરે તેમાં ધર્માસ્તિને નિમિત્ત કહ્યું, અધર્માસ્તિને ન કહ્યું. આ રીતે જે પદાર્થમાં કામ થાય છે તે પદાર્થના ધર્મને દેખવો જોઈએ, સંયોગ તરફથી ન જોવું જોઈએ. વસ્તુસ્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com