________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯ર ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ આખું જાણી લે છે... જ્ઞાનનું સામર્થ્ય તો કોઈ અચિંત્ય મહાન છે. ધર્માજીવ આવા આકાશદ્રવ્યની અને તેને જાણનારા જ્ઞાનની શ્રદ્ધા કરે છે.
કાળદ્રવ્યઃ તે પણ અજીવ છે; તેમાં સમયસમયની વર્તનારૂપ જે અરૂપી કાળ-અણુઓ છે તે નિશ્ચયકાળ છે, તે અસંખ્યાત છે; અને મિનિટ-કલાક-દિવસ-માસ-વર્ષસાગરોપમ વગેરે જે માપ છે તે વ્યવહારકાળ છે. પદાર્થના પરિણમન–સ્વભાવમાં તે નિમિત્ત છે. આ કાળદ્રવ્ય પણ અરૂપી અને અજીવ છે.
આ રીતે અજીવતત્ત્વના પાંચ પ્રકાર કહ્યા; ધર્મી જીવ આવા તત્ત્વની શ્રદ્ધા કરે છે.
એક જીવ ને પાંચ અજીવ, કુલ છ જાતનાં દ્રવ્યો થયા. તેમાં એક ચેતન, ને પાંચ અચેતન; એક મૂર્તરૂપી ને પાંચ અમૂર્તિ-અરૂપી; એક સર્વવ્યાપી, ને પાંચ અસર્વવ્યાપી.
ચેતનાવાળો જીવ અને ચેતના વગરનાં અજીવ, –આમ ટૂંકી વ્યાખ્યા કરીને જીવ-અજીવની ભિન્નતા સમજાવી છે.
પ્રશ્ન:- અજીવતત્ત્વ ચેતના વગરનું છે, એટલે તેનામાં ભલે જ્ઞાન નથી પણ તે જાણવામાં જીવને સહાયક તો થાય છે ને ?
ઉત્તર:- ના, જીવનો જ્ઞાનસ્વભાવ બીજાની (ઈદ્રિય વગેરેની) સહાય વગરનો છે. ઈદ્રિય વગેરેનું નિમિત્તપણે તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com