________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૯૧ લીલો-પીળો-લાલ-સફેદ અને કાળો એ પાંચ રંગ, સુગંધ અને દુર્ગધ, ખાટો મીઠો તીખો કડવો અને તૂરો એ પાંચ રસ, તથા હલકો–ભારે લૂખો-ચીકણો સુંવાળો-કર્કશ, શીતઉષ્ણ એ પ્રમાણે આઠ સ્પર્શ, -એ બધી પુદ્ગલની રચના છે, પુદગલની પર્યાય છે. શબ્દ તે પણ અજીવ પુગલોની અવસ્થા છે, તે કાંઈ જીવનું કાર્ય નથી. આ બધા અજીવપુદ્ગલના પ્રકારો છે એટલે અચેતન છે, જીવથી તે ભિન્ન છે-એમ જાણવું.
ધર્મદ્રવ્ય તથા અધર્મદ્રવ્ય નામનાં બે અજીવદ્રવ્યો સર્વજ્ઞદેવે જોયા છે, તે અતિ સૂક્ષ્મ છે ને આખા લોકમાં રહેલાં છે. એક જીવના પ્રદેશ જેટલા અસંખ્ય પ્રદેશો તે દરેકને છે. જીવ અને પુદગલો જ્યારે ગતિ કરે ત્યારે તેમને સહાયક-નિમિત્ત ધર્મદ્રવ્ય છે, અને ગતિ કરનારાં જીવપુગલો જ્યારે સ્થિર થાય ત્યારે તેમને સહાયક નિમિત્ત અધર્મદ્રવ્ય છે; આ બંને દ્રવ્યો અરૂપી છે, અને અચેતન છે.
આકાશદ્રવ્યઃ ઉપર જે વાદળ દેખાય છે તે તો પુદગલની રચના છે, તે કાંઈ આકાશદ્રવ્ય નથી. આકાશદ્રવ્ય તો અરૂપી છે, ને સર્વવ્યાપી છે, ઉપર નીચે ચારે બાજા સર્વત્ર આકાશ છે. આકાશ એટલે ક્ષેત્ર-જગ્યા. જીવ-અજીવ બધાય દ્રવ્યોનો આકાશમાં વાસ છે. આકાશ એટલું મોટું (અનંત) છે કે તેના એક નાનકડા (અનંતમા ભાગના) ભાગમાં બાકીનાં બધા જીવ-અજીવ તત્ત્વો રહેલાં છે. અનંત આકાશનો ક્યાંય પાર નથી, છતાં જ્ઞાન તો તેને પણ આખે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com