________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
અજીવતત્ત્વનું વર્ણન
મોક્ષસુખનો ઉપાય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; તેમાં સમ્યગ્દર્શનની સાથે સાતત્ત્વોની ઓળખાણ કેવી હોય છે તેની વાત ચાલે છે; તેમાં જીવતત્ત્વના ત્રણ પ્રકાર બતાવીને એમ કહ્યું કે બહિરાત્મપણું દુ:ખદાયક હોવાથી તેને છોડવું; ને શુદ્ધાત્માના જ્ઞાનવડે અંતરાત્મા થઈને પૂર્ણ આનંદરૂપ પ૨માત્મદશાની પ્રાપ્તિનો ઉદ્યમ કરવો. એ રીતે જીવતત્ત્વના પ્રકારો બતાવીને હવે અજીવતત્ત્વના પ્રકારોનું વર્ણન કરે છે
(ગાથા ૭ તથા ૮ નો પૂર્વાર્ધ)
चेतनता-बिन सो अजीव है, पंच भेद ताके है; पुद्गल पंचवरन-रस गंध-दो फरस वसु जाके हैं; जिय पुद्गलको चलन सहाई धर्मद्रव्य अनरूपी, तिष्ठत होय अधर्म सहाइ जिन बिनमूर्ति निरूपी ॥ ७ ॥ सकल द्रव्यको वास जासमें सो आकाश पिछानो; नियत वर्तना, निशि - दिन सो व्यवहारकाल परिमानो।
ચેતનવંત તત્ત્વ તો જીવ છે; ને ચેતનતા વગરનાં તત્ત્વ તે અજીવ છે. અજીવના પાંચ ભેદ છે
પુદ્દગલઃ તે રૂપી દ્રવ્ય છે એટલે વર્ણ-ગંધ-રસસ્પર્શવાળું છે. છ દ્રવ્યોમાં એક પુદ્દગલ જ રૂપી છે–મૂર્ત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com