________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૮૯ પામેલા પરમાત્માના ધ્યાન વડે તે પોતાના સ્વભાવમાં એકાગ્રતાનો ઉગ્ર પ્રયત્ન કરે છે ને વિકલ્પ તોડીને અનંત આનંદને અનુભવે છે. આ રીતે શુદ્ધઆત્માના ધ્યાન વડે અનંત આનંદ (કાળથી પણ અનંત, ને ભાવથી પણ અનંત) પ્રાપ્ત થાય છે. શુદ્ધ આત્માના ધ્યાન સિવાય આનંદ જગતમાં બીજે ક્યાંય નથી. પોતાના જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા વડે જ પરમાત્માનું ખરું ધ્યાન થાય છે, એ વાત સમયસારની ૩૧ મી ગાથામાં સમજાવી છે. આ રીતે શુદ્ધજીવતત્ત્વને ઓળખીને તેની શ્રદ્ધા વડે અંતરાત્મા થવું ને પછી તેના જ ધ્યાન વડે પરમાત્મા થવું–તે જીવતત્ત્વની ઓળખાણનું ફળ છે.
આ રીતે સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વની વાત કરી; હવે અજીવતત્વના પ્રકારો કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com