________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ બહિરાતમતા હેય જાનિ તજી અંતરઆતમ હૂજે, પરમાતમકો ધ્યાય નિરંતર જો નિત આનંદ પૂજે.
આત્માના ત્રણ પ્રકારને જાણીને બહિરાત્મપણું તો છોડવું. સમ્યગ્દષ્ટિએ તો બહિરાત્મપણું છોડ્યું જ છે, પણ બીજા જે જિજ્ઞાસુ જીવો છે તેઓએ પણ આ ઉપદેશ દ્વારા આત્માનું સ્વરૂપ જાણીને બહિરાત્મપણું છોડવું ને અંતરાત્મા થઈને પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરવું-કે જે સદા આનંદકારી છે.
જે દેહને આત્મા માને, ઇંદ્રિયવિષયોમાં સુખ માને, પુણ્યરાગને ધર્મ માને, કે બાહ્ય વસ્તુ વડે પોતાનું કાંઈ કાર્ય થવાનું માને-તે બધા બહિરાત્મા છે, એમ ઓળખીને તે પ્રકારની વિપરીત માન્યતાઓ છોડવી, તેમજ એવી વિપરીત માન્યતાના પોષક જીવોને સંગ છોડવો. દેહથી અને પરભાવોથી ભિન્ન, શુદ્ધ જ્ઞાનમય સ્વતત્ત્વને ઓળખીને પોતે અંતરાત્મા થવું, તેમજ એવા બીજા સાધર્મી-અંતરાત્માઓને આદરણીય જાણવા. અંતરાત્મા શું કરે છે? કે પરમાત્માને ધ્યાવે છે. સમ્યગ્દષ્ટિએ અંતરમાં પોતાના શુદ્ધાત્માને નિશ્ચયથી ધ્યેય બનાવ્યો છે, ને વ્યવહારમાં અરિહંત તથા સિદ્ધ પરમાત્માને ધ્યાવે છે-આદરે છે. વિકલ્પને-રાગને તે
ધ્યવાતા નથી પણ સર્વજ્ઞતારૂપ ને પૂર્ણ આનંદરૂપ એવા પરમાત્માને જ ધ્યાવે છે. નિશ્ચયમાં પોતાનો પરમસ્વભાવ ધ્યેય છે ને વ્યવહારમાં અરિહંત-સિદ્ધ પરમાત્મા ધ્યેય છે. અનંત આનંદને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com