________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
| [ ૮૭ જ્ઞાનશરીરી ત્રિવિધ-કર્મમલવર્જિત સિદ્ધમહેતા, તે હૈં નિકલ-અમલ-પરમાતમ ભોગે શર્મ અનંતા.
જ્ઞાનશરીરી ચૈતન્યમય સિદ્ધભગવંતો સદાકાળ અનંત આત્મિકસુખને ભોગવે છે. એવા સિદ્ધને લક્ષમાં લઈને સાધક કહે છે કે
“ચેતન રૂપ અનુપ અમૂરત
સિદ્ધસમાન સદા પદ મેરો.” –આમ પોતાના આત્મતત્ત્વની પ્રતીત સહિત પરમાત્માને જાણે છે. એકલા પરલક્ષથી જાણે તે સાચું જ્ઞાન નથી.
આ જગતમાં સૌથી શ્રેષ્ઠ સિદ્ધભગવંતો છે; આત્માના અનંત આનંદને તેઓ ભોગવે છે, આખા વિશ્વને જાણે છે; ઔદારિકાદિ પુદ્ગલ શરીરો તેમને નથી તેથી તેઓ દેહાતીત, અશરીરી છે, પણ પોતાના જ્ઞાનાદિ ગુણોમાં તન્મય હોવાથી તેઓ જ્ઞાનશરીરી છે. જ્ઞાન જ આત્માનું જીવન છે; આત્મા શરીરના સંયોગ વગર, આયુકર્મ વગર, પોતાના જ્ઞાનથી જ શાશ્વત જીવનારો છે. આવું જીવન જીવનારા સિદ્ધભગવંતો મહંત છે, ભવનો અંત કરીને તેઓ મહંત થાય છે તે અનંત સુખને ભોગવે છે. મહાન આત્માને જાણનારા સમ્યગ્દષ્ટિજીવોને પણ મહંત-મહાત્મા કહેવાય છે, પણ આ સિદ્ધભગવાન તો જગતમાં સૌથી મોટા મહંત છે.
આ રીતે ગાથા ૪-૫-૬ માં ત્રિવિધ આત્માનું સ્વરૂપ બતાવીને કહે છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com