________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ].
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ તેમ જાણે છે. સમસ્ત લોકાલોકને અને ત્રણ કાળને એક સમયમાં જ્ઞાનનું ઝેય બનાવે એવી મહાન અચિંત્ય તાકાત કેવળજ્ઞાનમાં છે; અહીં આખું જ્ઞાન છે તો સામે આખું શેય એક સાથે નિમિત્ત છે. બસ, જ્ઞાનમાં સર્વ જ્ઞયો સ્થિર થઈ ગયા, જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થઈ ગયું, ક્યાંય કર્તુત્વબુદ્ધિ કે ફેરફારની બુદ્ધિ કે રાગ-દ્વેષવૃત્તિ ન રહી. –આવી દશાવાળા સર્વજ્ઞને સમ્યગ્દષ્ટિ જાણે છે, એટલી તો તેની વ્યવહારશ્રદ્ધાની તાકાત છે; પરમાર્થશ્રદ્ધા નિર્વિકલ્પ છે તે તો પોતાના આત્માને જ પરમેશ્વરપણે અનુભવમાં લ્ય છે;તેની તાકાતની તો શી વાત! આવી શ્રદ્ધા થાય ત્યારે જીવમાં મોક્ષનો માર્ગ ઊઘડે.
જુઓ, સાચી શ્રદ્ધા કરવા માટે જીવતત્ત્વનું આ વર્ણન ચાલે છે. નિશ્ચયથી તો જ્ઞાયકતત્ત્વ એક અખંડ શુદ્ધ છે તે જીવ છે, વ્યવહારમાં તેના ત્રણ પ્રકાર છે. શાસ્ત્રસ્વાધ્યાયમાં આવા તત્ત્વોનું ઘોલન કરતાં કરતાં, એટલે કે જ્ઞાનને એકાગ્ર કરતાં કરતાં જ્ઞાનમાં વિશેષ સ્પષ્ટતા થતી જાય છે. તેથી વીતરાગમાર્ગમાં કહેલા તત્ત્વોનું વારંવાર મનન કરવા જેવું છે.
સિદ્ધપરમાત્મા જેમને શરીર નથી, મન નથી, ઇન્દ્રિયો નથી, રાગ નથી, છતાં કેવળજ્ઞાન છે. આવા સિદ્ધપરમાત્માને ઓળખતાં એમ નક્કી થાય છે કે આત્માનું જ્ઞાન શરીર-મન-ઈન્દ્રિયો કે રાગને આધીન નથી. સિદ્ધપરમાત્મા તો જ્ઞાન-શરીરી છે; જ્ઞાન જ આત્માનું અંગ છે કે જે કદી આત્માથી જુદું પડતું નથી. તેથી કહ્યું કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com