________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૫
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] નથી, જાણવામાં થાક નથી, નિરાકુળ આનંદ છે. અહા, આવું પરમાત્મપણું-તે આત્માની જ એક દશા છે.
શરીર હોય છતાં આવું સર્વજ્ઞપણું હોય?
હા; શરીર શરીરમાં છે, ભગવાનને કાંઈ એનું મમત્વ નથી. જેમ શરીરનો સંયોગ હોવા છતાં શરીરથી ભિન્ન આત્માનો અનુભવ થાય છે, તેમ સર્વજ્ઞતા પણ થઈ શકે છે. જગતમાં આવા સર્વજ્ઞપરમાત્મા છે અને મારા આત્મામાં પણ એવું સામર્થ્ય છે–એમ સમ્યગ્દષ્ટિ બરાબર (સ્વાનુભવપૂર્વક) જાણે છે. જેને સર્વજ્ઞના અસ્તિત્વનો વિશ્વાસ ન હોય તેને આત્માના જ્ઞાનસ્વભાવનો જ વિશ્વાસ નથી.
નિશ્ચય સમ્યગ્દર્શનમાં તો ધર્મી જીવ નિર્વિકલ્પપણે શુદ્ધ આત્મતત્ત્વમાં જ “અહુંપણાની પ્રતીત કરે છે, અને તે સમ્યગ્દર્શન સાથેની જ્ઞાનપર્યાયમાં એટલી તાકાત છે કે આવા સર્વજ્ઞપરમાત્માને પણ તે નિર્ણયમાં લઈ લે છે. અંતરમાં પોતાનો શુદ્ધઆત્મા તો નિર્ણયમાં લીધો છે, ને તેની ઉત્કૃષ્ટ પર્યાયરૂપે પરિણમેલા પરમાત્મા કેવા હોય તે પણ નિર્ણયમાં આવી ગયું છે. શુદ્ધદ્રવ્યની શ્રદ્ધા કરે તે તાકાતની તો શી વાત! પણ તેની સાથે રાગથી જુદું પડેલું જે જ્ઞાન છે તે જ્ઞાનના વ્યવહારમાં પણ એટલી તાકાત ઊઘડી ગઈ છે કે પરમાત્માને તે જાણી લે છે; બહિરાભા, અંતરાત્મા ને પરમાત્મા ત્રણેને તે જાણી લ્ય છે. દ્રવ્યરૂપ શુદ્ધઆત્મા, ને તેની પર્યાયરૂપ ત્રિવિધ આત્મા, તેનું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જેમ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com