________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
જીવના પૂર્વભવમાં-દેવાભાઈના ભવમાં જે ગ્રહણ થયું હોય તે યાદ આવે છે. પૂર્વભવે એટલે કે આ ભવ પહેલાં (કહાન) ગુરુદેવનો આત્મા ફતેહમંદ રાજકુમાર-પણે હતા અને શાન્તાબેનનો આત્મા લાભભાઈ –પણે હતા અને હું એટલે કે આ આત્મા દેવાભાઈ–પણે હતો ત્યાં સીમંધર ભગવાનના સમોસરણમાં જવાથી તે વખતે ભગવાનની વાણીમાંથી જે ગ્રહણ થયું હોય તે યાદ આવે છે.
આત્મામાં અનંત ગુણપર્યાય ઊછળે છે; ચૈતન્ય ગુણરત્નાકર છે; આત્મામાં અનંત સૂક્ષ્મ ભાવાંશો છે અને સૂક્ષ્મ અનંત રસાંશો ઊપજે છે; વગેરે વાત અનંત ગહનતા ભરેલી આવતી હતી.
જ્ઞાનગુણની અનંત પર્યાયોની પ્રગટતા, જીવ અસ્તિ છે, પુદ્ગલ અતિ છે, આત્મા સુધાનો સાગર છે, સુધાનો પ્રવાહ વહે છે, વગેરે અનંત પડખાંઓથી ભરપૂર, ગહન રહસ્યથી ભરપૂર, જાણે સમુદ્ર ઊછળતો હોય તેવી રીતે ભગવાનની વાણી છૂટતી
હતી.
ભગવાનની વાણી શાંતરસથી ભરપૂર, મીઠીમધુરી, અમૃતરસ જેવી, મીઠો મેઘ ગાજતો હોય તેવી ગંભીર, થોડી વારમાં ચૌદ બ્રહ્માંડનું સ્વરૂપ કહેનારી અદ્ભુત છે. સૂક્ષ્મ રહસ્યથી ભરપૂર, ઊંડી ઊંડી વાત કહેનારી, ચારે તરફથી શીઘ્ર પહોંચી વળનારી, સમુદ્ર ગાજતો હોય અને સમુદ્રમાં તરંગો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk