________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ પણ તે વાત આવી હતી.)
આ બધી વાત પૂર્વભવે સીમંધર ભગવાન પાસેથી સાંભળી છે અને જ્ઞાનની કોઈ જાતની સ્પષ્ટતાને કારણે યાદ આવે છે, નિઃશંકપણે સ્પષ્ટપણે યાદ આવે છે.
આ બધું સ્મરણ આસો વદ એકમને દિવસે થોડું થોડું આવ્યું, ત્યાર પછી વધતાં વધતાં દિવાળીને દિવસે સ્પષ્ટતાપૂર્વક થયું. (આસો વદ અમાસ, ૨૦૧૩), આ દિવસે આ સ્મરણ સ્પષ્ટપણે થયું.
આ ભવ પછી (કહાન ગુરુદેવનો આત્મા) દેવભવમાં ગયા, ત્યાર પછી પુણ્યનો રસ મધ્યમ પ્રકારનો થતો ગયો એમ યાદ આવે છે અને અમુક થોડા સાધારણ ભવો કરીને દેવના ભવ પછી મહાવિદેહક્ષેત્રમાં જન્મ્યા એમ યાદ આવે છે; પરંતુ કયા, કેટલા ભવો એમ સ્પષ્ટપણે યાદ આવતું નથી. આ સ્મરણ પણ ઉપલા સ્મરણની સાથે જ આવ્યું હતું.
૨૦૧૪, કારતક સુદ બારશને પરોઢિયે સ્વપ્ન આવ્યું હતું કે, પહેલા મનુષ્યના ભવમાં એટલે કે દેવી પુરુષના ભવમાં રથમાં બેસીને તે દૈવી પુરુષ તીર્થે તીર્થે યાત્રા કરવા નીકળ્યા હતા, સુગુણોવાળા કુટુંબીજનો અને નોકર-ચાકર સાથે હતા, વનજંગલમાં રથ ચાલ્યો જતો હતો, સ્થાને સ્થાને જિનપ્રતિમાનાં, જિનમંદિરોનાં દર્શન કરતાં કરતાં યાત્રા કરતા હતા. તેવું સ્વપ્ન આવ્યું હતું. આ સ્વપ્ન સાવ સ્પષ્ટ હતું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk