SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જાતિસ્મરણ જ્ઞાન ૬૩ શ્રી સીમંધર ભગવાન દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ કહેતા હતા. તેમની વાણી અનંત અનંત રહસ્યોથી ભરેલી હતી, તેમ સ્મરણ આવ્યા કરે છે; તીર્થકર અને ગણધર પણાની વાતનું વારંવાર સ્મરણ આવ્યા કરે છે. આ રાજકુમાર ભવિષ્ય ધાતકીખંડ દ્વીપના વિદેહક્ષેત્રમાં શ્રી સૂર્યકીર્તિસ્વામી તથા શ્રી સર્વાંગસ્વામી નામના તીર્થકર થશે, આ દેવાભાઈ તેમના દેવેન્દ્રકીર્તિ નામે ગણધર તથા તેમના પુત્ર થવાના છે. (દેવેન્દ્રકીર્તિ કુમારનું આ નામ સહિત બીજું પણ નામ હોય તેમ ખ્યાલમાં આવે છે.) આ લાભભાઈ તેમના બીજા ચંદ્રકીર્તિ નામે ગણધર તથા પુત્ર થવાના છે, તે બધી વાતનું વારંવાર સ્પષ્ટપણે સ્મરણ આવ્યા કરે છે. મહાવિદેહક્ષેત્રનાં જિનમંદિરો મોટાં મોટાં ભવ્ય હતાં તેમ સ્મરણ આવે છે. કોઈ જુદી જાતનાં રત્નો મંદિરની ભીંતોમાં હતાં, તે રત્નોનો પ્રકાશ એવો હતો કે આખું મંદિર પ્રકાશથી છવાઈ રહ્યું હતું. ભગવાનનાં પ્રતિમાજી રત્નોનાં, પ્રકાશવાન, અદ્દભુત હતાં. આપણે બધા જિનમંદિરે દર્શન કરવા જતા હતા એમ સ્મરણ આવે છે. ભગવાનના પ્રતિમાજી વિષે આટલું સ્મરણમાં આવે છે. આથી વિશેષ વર્ણન થાય એવી રીતે સ્મરણમાં આવતું નથી. (આ જીવે પૂર્વે દેવાભાઈના ભવમાં જોયેલું હોય તે યાદ આવે છે.) જ્ઞાનસાગર ગુરુદેવની કૃપામય ઉપકારને વારંવાર પરમ ભક્તિથી નમસ્કાર. * * Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy