________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવન પરિચય
તીવ્ર ઝંખના રહેતી હતી. તદુપરાંત અનેક સદ્દગુણોના તેઓ નિકેતન હતાં. તેઓ પૂજ્ય ગુરુદેવે શીખવેલા તત્ત્વજ્ઞાન અનુસાર શાસ્ત્રવાંચન કરતાં, તદનુસા૨ વિચાર-મંથન કરતાં, નિર્ણયની દઢતા માટે ઉદ્યમ કરતાં તથા સ્વપરના ભેદજ્ઞાનનો તેમ જ ધ્યાનનો અભ્યાસ કરતાં.
૧૭
તેઓ વારંવાર મૌન ધારણ કરતાં. કુટુંબીજનો સાથે પણ બહુ જ ઓછું બોલતાં. બહુધા પોતાના આંતરિક આત્મકાર્યમાં જ રત રહેતાં.
તેઓ સ્વભાવથી જ બહુ એકાન્ત-પ્રિય હતાં. એકાંતમાં બેસીને વાંચન-મનન-ધ્યાન કરવાનું તેમને અતિ પ્રિય હતું [ સમ્યદર્શન પ્રાપ્તિ કર્યા પછી સં. ૧૯૯૦માં તેઓ સુરત આવ્યા હતાં ત્યારે પણ તેઓ બીજે માળે ઓરડામાં આખો દિવસ એકાંતમાં રહીને જ્ઞાન-ધ્યાન કર્યા કરતાં. ત્યાંના તેમના ચાર માસના વસવાટ દરમ્યાન તેઓ ભાગ્યે જ એક વાર પણ ઘ૨ બહાર નીકળ્યાં હોય. આખો દિવસ એકાંતમાં અધ્યાત્મરતપણે પોતાનું અંદરનું કામ કરતાં થાકતાં જ નહિ.)
તે ઉપરાંત તેઓ ઉપવાસ કરે, લૂખું ખાય, ભોજનમાં અલ્પ દ્રવ્યો જ વાપરે. કેટલીક વાર ઘણા દિવસો સુધી માત્ર છાશ-રોટલા સિવાય કાંઈ ન લે.-આવી આવી કાયકષ્ટની ક્રિયાઓ પણ કરે, અને કહે કે આમાં શી મોટી વાત છે ? નરક-તિર્યંચગતિમાં જીવે પરાધીનપણે કેટલું સહન કર્યું છે?
ઘરનું કામકાજ કરતાં પણ-૨સોય કરતાં, કપડાં ધોતાં કે પાણી ભરતાં પણ-તેમને સમ્યક્ત્વપ્રાપ્તિની અથવા નિજ જ્ઞાયકભગવાનનાં દર્શનની ઊંડી ખટક રહ્યા જ કરતી. સંસારથી તેઓ ઘણાં ઉદાસીન રહેતાં.
‘બહું પુણ્ય કેરા પુંજથી ' એ કાવ્ય બહેનશ્રી વારંવાર વૈરાગ્યભાવે ગાતાં અને તેમાંથી ‘હું કોણ છું, કયાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું' ઇત્યાદિ ભાગ પર બહુ ઊંડાણથી ચિંતન કરતાં. ‘દૂર કાં પ્રભુ દોડ તું, મારે ૨મત રમવી નથી'–એ પ્રભુમિલનની ઝૂરણાનું ગીત, અથવા ‘ કંચનવરણો નાહ રે મુને કોઈ મિલાવો' એ નિજ જ્ઞાયકભગવાનના વિરહદુ:ખનું ગીત અતિવેદનપૂર્ણ ભાવે ગાતાં મેં બહેનશ્રીને અનેક વાર સાંભળ્યાં છે. સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk