________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
S
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
જામનગર ત્રણ દિવસ રહીને ત્યાંથી પાછા ફરતાં બહેનશ્રી ખૂબ વૈરાગ્યમાં આવી ગયાં હતાં મને કહ્યું હતું પણ ખરું કે “સમય ચાલ્યો જાય છે; હવે તો સમકિત માટે ખૂબ પુરુષાર્થ કરવો છે.' એ વચનો પ્રમાણે ખરેખર તેમણે ઉગ્ર પુરુષાર્થ કરીને ચાર મહિનામાં ( વિ. સં. ૧૯૮૯ના ફાગણ વદ દશમના મંગળ દિન) નિર્વિકલ્પ સમકિત પ્રાપ્ત કર્યું, ભવભ્રમણનો ભય ભાંગ્યો, અંતરમાં અનંતકાળસ્થાયી શાશ્વતી નિરાંત થઈ ગઈ.
અમારા ઘરમાં પહેલેથી જ સદાચાર તેમ જ સંપ્રદાય પ્રમાણેનું ધાર્મિક વાતાવરણ તો હતું જ. પિતાશ્રી સરળ, શુદ્ધ નૈતિક જીવનવાળા અને અત્યંત પ્રમાણિક હતા તથા અનુકૂળતા પ્રમાણે સવારે વ્યાખ્યાન સાંભળવા તેમ જ સાંજે પ્રતિક્રમણ કરવા જતા. માતુશ્રી તેજસ્વી બુદ્ધિવાળાં, વિશેષ ધાર્મિક વૃત્તિવાળાં અને વીર્યવાળાં હતાં; ધાર્મિક ક્રિયાઓમાં સારો રસ લેતાં. માતાપિતાને ગુલાબચંદજી મહારાજ ઉપર ઘણી શ્રદ્ધા-ભક્તિ હતી. તે મહારાજ ઘણું કષ્ટ વેઠીને બહુ આકરા આચાર પાળતા. પૂજ્ય ગુરુદેવ પણ કહેતા કે ગુલાબચંદજી બહુ આકરી ક્રિયા પાળતા. તેમની અસરથી અમારા કુટુંબમાં ધાર્મિક સંસ્કારો સારા હતા. વજુભાઈ તો સાંજે સ્કૂલથી આવીને સ્કૂલની ચોપડીઓ ફેંકીને, તુરત ઉપાશ્રયે દોડી જાય. તેઓ ઉપાશ્રયે ઘણો ટાઈમ ગાળતા; સામાયિક કરે, કોઈ સાધુમહારાજ હોય તેમની પાસે જઈને નવ તત્ત્વ, ગતિ-આગતિના બોલ વગેરે થોકડા અને સૂત્રની ગાથાઓ વગેરે શીખે, સાંજે પ્રતિક્રમણ કરે ને કય રેક-સાધુની જેમ આચાર પાળવાનું ને વહોરીને આહાર કરવાનું સપ્રદાયમાં વ્રત કરે છે એવું-દશમું વ્રત કરે. અખિલ કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન કોન્ફરન્સની પરીક્ષા આપીને તેમાં તે બીજા નંબરે ઉત્તીર્ણ થયા હતા. આખું “દશવૈકાલિક સૂત્ર” નાની વયમાં મુખપાઠ કર્યું હતું.
આવા સદાચારી અને ધર્મપ્રેમી કુટુંબમાં જન્મેલાં બહેનશ્રીનાં સદાચાર અને ધર્મપરાયણતા તો કોઈ અનેરી ભાત પાડે એવાં પ્રથમથી જ હતાં. બાલ્યાવસ્થાથી જ તેમના દેહમાં ઉપશમરસના ઢાળા ઢળી ગયા હતા. આ મનુષ્યભવમાં જલદી મોક્ષ માટેનો પુરુષાર્થ પ્રગટ કરી ભવભ્રમણ ટાળવાની તેમને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk