________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવન પરિચય
૧૫
વિ. સં. ૧૯૮૯ના કારતક માસમાં પૂજ્ય ગુરુદેવનાં દર્શન ને વાણીનો લાભ લેવા અને ભાઈ બહેન જામનગર ગયાં હતાં અને ત્યાં ત્રણ દિવસ રહ્યાં હતાં.
ત્યાં મેં ગુરુદેવને પૂછયું હતું કે “બે જીવોને આઠેય કર્મનાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ ને ઉદય વગેરે બધું સરખું હોય તો તે બે જીવો તે સમયે સરખા ભાવ કરે કે જુદા ભાવ કરે? “ગુરુદેવે કહ્યું: જુદા ભાવ કરે.' મેં કહ્યું: “સ્વભાવ તો સરખા છે અને બંનેને કર્મના પ્રકારોમાં પણ બધું સરખું છે તો પછી શું કામ જુદા ભાવ કરે ?' તેનો જવાબ આપતાં ગુરુદેવે કહ્યું: “અકારણ પારિણામિક દ્રવ્ય છે;” અર્થાત્ જેનું કોઈ કારણ નથી એવા ભાવે સ્વતંત્રપણે પરિણમતું દ્રવ્ય છે, તેથી તેને પોતાના ભાવ સ્વાધીનપણે કરવામાં ખરેખર કોણ રોકી શકે ? તે સ્વતંત્રપણે પોતાનું બધું કરી શકે છે.
ઉપરની પ્રશ્નોતરી વખતે એક નિયતિવાદી શેઠ કે, જેઓ નિયતિ પર જોર આપીને પુરુષાર્થ ઉડાડતા, તે ત્યાં બેઠા હતા. ઉપાશ્રયની બહાર નીકળીને મેં તે શેઠને કહ્યું: શેઠ! પૂજ્ય મહારાજ સાહેબે જીવની સ્વાધીનતાનું કેવું સુંદર સ્પષ્ટીકરણ કર્યું? શેઠ કહે: “મારે મહારાજ સાથે આ જ વાંધો છે. કાનજીમહારાજ “પાંચ સમવાય ” માનતા નથી ને હું તો પાંચેય સમવાય માનું છું” મેં કહ્યું: “પાંચે સમવાય માને તો પણ સમાન–વજનપણે તો કોઈ ન માની શકે. તમે નિયતિની મુખ્યતા માનો છો ને તેઓ પુરુષાર્થની મુખ્યતા માને છે. તે બે વાતમાં કઈ વાત ન્યાયસંગત છે? “પોતાના ભાવ, પોતે કરે તે પ્રમાણે થાય” તે વાત બરાબર છે કે “નિયતિ' એ ઠોકી બેસાડયું હોય તે પ્રમાણે થાય-તે વાત બરાબર છે? તમારી માન્યતામાં પણ પાંચનું સમાન વજન તો રહેતું નથી; પાંચમાં તમે “નિયતિ' ને મુખ્ય માનો છો અને મહારાજ સાહેબ “પુરુષાર્થ ' ને મુખ્ય માને છે.” શેઠ પાસે કોઈ ઉત્તર નહોતો.
પૂજ્ય મહારાજ સાહેબ સમક્ષ જે ચર્ચા-વાતો થાય તે હું અમારા ઉતારે જઈને બહેનશ્રીને કહેતો. આ સ્વાધીનતા અને પુરુષાર્થની વાત પણ કરી. તે સાંભળી બહેનશ્રી પ્રમુદિત થયાં. બહેનશ્રીનો પણ, ગુરુદેવની જેમ, પુરુષાર્થ જ જીવનમંત્ર છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk