________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
સાંભળતાં અને ઘરે આવીને લખી લેતાં. તે લખાણ દાસભાઈના (પુરુષોત્તમદાસ કામદારના ) વાંચવામાં આવ્યું અને વાંચી બહુ જ ખુશી થયા. તેમણે ગુરુદેવને કહ્યું: ‘ સાહેબ ! વજુભાઈનાં એક બહેન છે, તે આપનું વ્યાખ્યાન ઘરે જઈને બધું લખી લે છે; એટલું સુંદર લખે છે કે ન્યાય કયાંય જરા પણ મરડાતો નથી કે કોઈ નાની હકીકત પણ છૂટી જતી નથી.' પછી એક વાર ગુરુદેવ વજીભાઈને ત્યાં આહાર વહોરવા પધાર્યા હતા ત્યારે આહાર વહોરાવતી વખતે બહેનશ્રીના શાન્ત, ધીરગંભીર યોગ વગેરે ઉપરથી ગુરુદેવને તેમની સંસ્કારિતા અને સુપાત્રતાનો ખ્યાલ આવી ગયો; અને ઉપાશ્રયે દાસભાઈને કહ્યું કે–મેં વજુભાઈનાં બહેનને જોયાં. બહેન સંસ્કારી છે.’
બહેનશ્રી ત્યાર પછી વીંછિયા ગયાં હતાં, પોરબંદર ગયાં હતાં, જામનગર ગયાં હતાં-એમ જુદે જુદે ગામ ગયાં હતાં. તેઓ ગુરુદેવનું સાંભળે તે ઉપલક સાંભળીને કાઢી ન નાખે, પરંતુ તેના ઉપર બરાબર વિચાર કરતાં. પોતાના જીવનમાં કેમ ઉતારવું-એ હેતુથી તે સાંભળતાં. ભલે માત્ર પાંચ-સાત દિવસ સાંભળી આવે, પણ અંતરમાં મંથન કરી તેનું રહસ્ય ગ્રહી લેતાં.
બહેનશ્રીને ગુરુદેવના પ્રવચનશ્રવણના પ્રતાપે અગાઉથી-સમતિ થયા પહેલાં વર્ષ-બે વર્ષ આગળથી-અંદરથી જોર આવવા માડયું કે ‘મારે સમકિત તો લેવું જ છે, આ ભવમાં સમતિ ન લઈએ તો આ મનુષ્યપણું શા કામનું? સમકિત થશે જ...સમકિત લેવું જ છે.' એક વાર મેં પૂછ્યું: ચંપા ! સમકિત કેટલું દૂર છે? તો કોણી સુધીનો હાથ બતાવીને કહેઃ ‘આટલું. ’ આમ વિશ્વાસથી કહ્યું. મને મનમાં થયું કે ‘બહેનને સમકિત શી ચીજ છે તેની પૂરી ખબર લાગતી નથી. સમકિત થતાં તો સિદ્ધભગવાન જેવા અતીન્દ્રિય આનંદનો અંશે અનુભવ થાય. પણ બહેન સમકિતને સામાન્ય ચીજ ગણીને કહેતી લાગે છે.' પછી હું બીજી વાર વેકેશનમાં સુરતથી પાછો વઢવાણ (કે વાંકાનેર) આવ્યો ત્યારે ફરીને મે પૂછ્યું: ચંપા! હવે સમકિત કેટલું દૂર છે?'−તો અર્ધો હાથ બતાવીને તે કહે કે ‘આટલું’-આમ તેમને અંદરથી એવું જોર આવતું' અને પોતાને પ્રગતિ થઈ રહી છે એમ પણ ભાસતું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk