________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવન પરિચય
૧૩
મોક્ષની આવશ્યકતા શી ? (૫) દેહ ને આત્મા જુદા શા ન્યાયે? (૬) કર્મ ગ્રહણ કરવાનો આત્માનો સહજ સ્વભાવ નથી. (૭) દયા પણ શુભ રાગ છે; આત્માનો સહજ સ્વભાવ નથી.
ત્યાર પછી હું સુરત ગયો ત્યારે મારા પર તેમના પત્રો આવતા. તેમાં તેઓ પોતાના ધાર્મિક વિચારો જણાવતા. “ઉદય અને ઉદીરણાનું સ્વરૂપ શું છે? બે વચ્ચે શો તફાવત છે? આજે હું આવવાનો હોઉં, પણ જો ન આવી શકું તો તે ઉદય કહેવાય કે ઉદીરણા? તેમાં મોહકર્મ શો ભાગ ભજવે છે? તેમાં શાતાવેદનીય કર્મ અથવા અશાતાવેદનીય કર્મ શો ભાગ ભજવે છે?' ઇત્યાદિ બાબત હું વિચારું અને લખું, બહેનશ્રી પણ વિચારે અને લખે કે મને આમ બેસે છે.-એમ તેમના મુખ્યત્વે ધાર્મિક પત્રો આવતા.
જો કે બહેનશ્રી આજન્મ-વૈરાગી હતાં, મારે આત્માનું કરી જ લેવું છે એવી ઉગ્ર ભાવના તેમને બાળપણથી જ વર્તતી હતી અને તેઓ અનેક સગુણોના ધારક હતાં, તો પણ તેમને મોક્ષમાર્ગના પુરુષાર્થની સાચી વિધિ હાથ આવી તે તો આખીયે, પરમોપકારી ગુરુદેવના પરમ પરમ પ્રતાપથી જ. બહેનશ્રીના હૃદયમાં તારણહાર ગુરુદેવ પ્રત્યે અસીમ પારાવાર ભક્તિ છે. ગુરુદેવના ઉપકારોનું વર્ણન કરતાં તેઓ ગદગદ થઈ જાય છે. “હું તો પામર છું, બધુંય ગુરુદેવે જ આપેલું છે, બધુંય ગુરુદેવનું જ છે' એમ તેમના આત્માનો પ્રદેશ પ્રદેશ પોકારે છે.
એવા પરમોપકારી ગુરુદેવનાં દર્શનનો અને તેમનાં વ્યાખ્યાનશ્રવણનો પ્રથમ પાવન યોગ બહેનશ્રીને વઢવાણમાં શ્રી નારણભાઈની દીક્ષા પ્રસંગે વિ. સં. ૧૯૮૫માં પ્રાપ્ત થયો હતો. તે પ્રસંગે થોડા દિવસ પૂજ્ય ગુરુદેવના તત્ત્વજ્ઞાનભરપૂર પુરુષાર્થપ્રેરક પ્રવચનો સાંભળી બહેનશ્રીને અત્યંત આનંદ થયો હતો.
પછી, બીજી વાર બહેનશ્રીને ભાવનગરમાં ઘણા વ્યાખ્યાનશ્રવણનો યોગ પ્રાપ્ત થયો હતો. ભાઈશ્રી વજુભાઈ ભાવનગરમાં ઈજનેર તરીકે નોકરી કરતા હતા ત્યારે બહેનશ્રી ત્યાં ગયાં હતાં અને ગુરુદેવની પણ તે વખતે ભાવનગરમાં સ્થિતિ હતી. બહેનશ્રી ખૂબ એકાગ્રતાથી ગુરુદેવનાં વ્યાખ્યાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk