________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
વસ્તુમાં કઈ રીતે હોઈ શકે? તેમણે કહ્યુંઃ દષ્ટાંત બેસતું હોય કે ન બેસતું હોય પણ તત્ત્વ તો એમ જ છે અને મને એમ બેસે છે.–એમ તે કહેતાં. આમ તેમને ઘણાં આધ્યાત્મિક તથ્યો સહજપણે અંદર બેસી જતાં.
આ રીતે તેમણે ઘણા સિદ્ધાંતો થોડા જ કાળમાં પચાવ્યા. તે ખૂબ રસપૂર્વક ધાર્મિક વાતો સાંભળતાં અને વિચારતાં. આખો દિવસ, ઘરનાં કામકાજ વખતે પણ, તેમને તે જ વિચારો ચાલ્યા કરતા. આખો દિવસ ભાઈ મારી સાથે બેસી રહે અને મને સમજાવે તો સારું–એમ તેમને થયા કરતું. હું તેમને એમ કહેતોઃ આપણે સ્વતંત્રપણે ને નિષ્પક્ષપણે વિચારવું જોઈએ. જૈન' માં જન્મ્યા એટલે તે ધર્મ સાચો છે એમ માનીને ન ચાલવું, નિષ્પક્ષપણે વિચારવું. નિષ્પક્ષપણે વિચારીને પણ તેમને તો જૈન તત્ત્વજ્ઞાન જ બેસતું. તેઓ કહેતાં: હું મધ્યસ્થભાવે-નિષ્પક્ષપણે વિચારું છું તો પણ મને તો આમ જ એટલે કે જિનેન્દ્ર કહ્યા અનુસાર જ સત્ય લાગે છે.
હું તે વખતે અન્ય દર્શનનાં પુસ્તકો પણ શક્તિ પ્રમાણે, ટાઈમ પ્રમાણે વાંચતો. શ્રીમદ્દ રાજચંદ્રજીએ ‘યોગવાસિષ્ઠ' પુસ્તકની ભલામણ કરી છે એટલે ‘યોગવાસિષ્ઠ' નાં પણ કેટલાંક પ્રકરણો વાંચ્યાં હતાં. ગાંધીજીના વિચારો ખૂબ વાંચતો. ગીતા વાંચેલી. તે ઉપરાંત ‘રામકૃષ્ણ પરમહંસ, ' ‘ રામતીર્થ ’ ઇત્યાદિનાં જીવનચરિત્રો પણ વાંચવા લઈ આવતો. મને અંદર એમ રહ્યા કરતું કે આપણે ‘સત્ય શું છે’-એ ન્યાયપૂર્વક નક્કી કરવું જોઈએ; કેમ ગાંધીજી જેવા કેટલાય મોટા માણસો અન્ય ધર્મમાં છે, તો અન્ય ધર્મ ખોટો હોય એમ એકદમ કેમ કહેવાય ?-આવા વિચારોમાં હું અટવાયા કરતો, ત્યારે બહેનશ્રીને તો સહેજે જૈનધર્મમાં કહેલા સિદ્ધાંતો જ બેસી જતા. ‘મને તો આ ન્યાયો જ બેસે છે' એમ તે કહેતાં. અમે પેલી વાતની (જીવમાં અશુદ્ધિ વખતે પણ સામર્થ્ય-અપેક્ષાએ શુદ્ધિ કઈ રીતે રહે છે-એ વાતની ) ચર્ચા તો અનેક વાર કરતાં.
તત્ત્વસંબંધી વિચારો સ્પષ્ટ થાય તેમ જ તેનું ઘૂંટણ થાય તે હેતુથી અમે તાત્ત્વિક વિષયો ૫૨ નિબંધો-લેખો લખતાં; તેમાં પૂજ્ય બહેનશ્રીએ નીચેના વિષયો ૫૨ લેખો લખ્યા હતાઃ-(૧) જગત શું અને આ વિચિત્રતાનું કારણ શું? (૨) સુખનું સાચું સ્વરૂપ અને તેનો સાચો ઉપાય. (૩) કયા માર્ગે છું? (૪)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk