________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ' એ પદ તથા ‘કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ-અંતનો ઉપાય છે' એ પદ, સ્વરૂપમાં સમાઈ જવાની ભાવનામાં તરબોળ થઈને તેઓ અનેક વાર લલકારતાં. ‘મોહિં લાગી લગન ગુરુચરણનકી'–એ ભક્તિગીત ગુરુદેવના સત્સંગની ઉગ્ર ભાવનાથી ભિંજાઈને તેઓ ઘણી વાર ભાવિવભો૨૫ણે ગાતાં.
પૂજ્ય બહેનશ્રીને વારંવાર એવા ભાવ આવતા કે-કાલ ગઈ, આજ ગઈ, એમ કરતાં કરતાં પંદર-સત્તર વર્ષ ચાલ્યાં ગયાં; જિંદગી જતાં શી વાર લાગશે? માટે પ્રમાદ છોડી, તત્ત્વવિચારપૂર્વક પાકો નિર્ણય કરી, ત્વરાથી આત્મપ્રાપ્તિ કરી લેવા યોગ્ય છે, પ્રમાદ કરવા યોગ્ય નથી.
વળી તેમને એવું જોર પણ આવતું કે ‘આ ભવમાં જ પાકો નિર્ણય કરીને અવશ્ય સમકિત લેવું છે.’ ‘જરૂર સમકિત થશે જ' એમ તેમને અંદરથી વિશ્વાસ આવતો.
-આમ વિવિધ પ્રકારના ઉઘમ-પરિણામે પરિણમી, ગમે તેમ કરીને સમ્યક્ પુરુષાર્થને પહોંચી વળી, પૂજ્ય બહેનશ્રીએ આખરે વિ. સં. ૧૯૮૯ના ફાગણ વદ દશમના પવિત્ર દિને વાંકાનેરમાં નિજ જ્ઞાયકભગવાનનાં મંગલ દર્શન કર્યાં, અપૂર્વ સહજાનંદની પવિત્ર અનુભૂતિ કરી, સિદ્ધભગવાનના વચનાતીત સુખનો મધુર સ્વાદ ચાખ્યો અને મોક્ષમહેલનાં મંગળમય દ્વાર ખૂલી ગયાં.
સમતિ થયા પછી થોડા દિવસમાં પૂજ્ય બહેનશ્રીને પૂ. પિતાશ્રી પાસે વઢવાણ જવાનું થયું. ચૈત્ર માસમાં ત્યાંથી પિતાશ્રીનું એક કૌટુંબિક પ્રસંગ સંબંધી પોસ્ટ કાર્ડ મારા ૫૨ સુરત આવ્યું. તેમાં પાછળના ભાગમાં પૂ. બહેનશ્રીએ નીચે પ્રમાણે લખ્યું હતું:
“સંસાર દુ:ખમય છે. માટે આત્માને પુરુષાર્થ કરી તેમાંથી તારી લેવાની જરૂર છે. પ્રમાદ કરવો યોગ્ય નથી. જૈન દર્શન સત્ય છે એમ મેં તો જાણ્યું છે. તમે પણ પ્રમાદ છોડી, વૈરાગ્ય વધારી વિચારશો તો એમ જ જણાશે. પ્રમાદ કર્તવ્ય નથી.
,,
અમે તો બહુ તોળી–તોળીને શબ્દો બોલતાં; એટલે તેમણે જે આમ
લખ્યું કે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk