________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
ભાવથી પોતે સમજી લીધું.
તેમનું જીવન પ્રથમથી જ સાધ્યલક્ષી હતું, અને તે સાધ્ય મોક્ષપ્રાપ્તિ હતું. તેથી તત્ત્વને સ્પષ્ટ કરે અને વૈરાગ્ય-ઉપશમ દઢ કરે એવાં ધાર્મિક પુસ્તકો વાંચવાં બહેનશ્રીને ગમતાં. તે સિવાય અન્ય વાંચનમાં સમય બિલકુલ ન બગાડતાં.
શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તક એ રીતે હાથમાં આવ્યું કે વિ. સં. ૧૯૮૨ની સાલના વઢવાણના ચાતુર્માસ પછી ગુરુદેવ જ્યારે વિહાર કરવાના હતા ત્યારે વજુભાઈએ પૂછયું કે “મહારાજ સાહેબ ! આપ વિહાર કરો છો તો આપના સમાગમના વિયોગમાં હવે અમારે કયું પુસ્તક વાંચવું?' ત્યારે તેઓશ્રીએ કહ્યું: “શ્રીમદ્ રાજચંદ્ર” વાંચો. તેથી તે પુસ્તક વજાભાઈ પુસ્તકાલયમાંથી લાવેલા. મારા હાથમાં આવતાં તે પુસ્તક મને ખૂબ ગમ્યું. એટલે હું તે વાંચતો; બહેનશ્રી પણ વાંચતાં, હું અને બહેનશ્રી, સાથે બેસીને પણ, તે પુસ્તક વાંચતા; તેમાં પ્રરૂપેલા ધર્મબોધ વિષે ચર્ચા પણ કરતાં તેમાં જે વિચારો કહ્યા હોય તે વિચારતાં. બહેનશ્રી તેમાં ખૂબ રસ લેતાં.
તદુપરાંત “કર્મ ને આત્માનો સંયોગ' નામનું એક પુસ્તક હતું. તે પણ અમે વાંચતાં ને વિચારતાં. તે પુસ્તક વજુભાઈને ધાર્મિક અભ્યાસક્રમમાં પાઠયપુસ્તક તરીકે હતું. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ તરફથી સૌરાષ્ટ્રમાં જે પરીક્ષા લેવાતી હતી તેનું, તે પાઠયપુસ્તક હતું. તેથી તે પુસ્તક ઘરમાં હતું. તે મારા હાથમાં આવ્યું. તેની અંદર કહેલી વાતો મને ખૂબ ગમતી. પાછળથી ખબર પડી કે કર્મ ને આત્માનો સંયોગ' તે, કોઇ સ્વતંત્ર મૌલિક પુસ્તક નથી, પણ “મોક્ષમાર્ગપ્રકાશક' નામના દિગંબર જૈન ગ્રંથના બીજા અધિકારનું લગભગ ભાષાંતર જ તેમાં આપેલું છે. તેમાં બહુ તર્કસંગત ને સુંદર રીતે સિદ્ધાંતો સમજાવ્યા છે, જે સ્વાભાવિક રીતે જ આપણને ગમે. કર્મનું કાર્ય શું, આઠ કર્મનું પ્રયોજન શું, આત્મા અને કર્મ બંને સ્વતંત્ર છે, માત્ર તેમને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે–આવી ઘણી વાતો તેમાં પ્રતીતિકર ઢંગથી સમજાવી છે. તેમાં સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે બંધના પ્રકારમાં જે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ છે તેમાં જે પ્રકૃતિબંધ ને પ્રદેશબંધ છે તે ગૌણ બંધ છે અને તેનું કારણ યોગ છે, તથા જે સ્થિતિબંધ ને અનુભાગબંધ છે તે મુખ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk