________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંક્ષિપ્ત જીવન પરિચય
હું પ્રયત્ન કરતી.” આ રીતે આત્મા સમજવાની ધાર્મિક લાગણી તેમને પહેલેથી જ હતી.
તેમનું ચિત્ત વૈરાગ્યથી ઘણું જ ભિંજાયેલું હતું. તેથી તેમને દીક્ષા લેવાની ભાવના નાનપણથી જ હતી. નાની વયથી જ તેમને અંતરમાં એમ થતું કે “આવો મનુષ્યભવ તો કોઇક વાર જ મળે છે, આ મોંઘા મનુષ્યભવનો ઉપયોગ તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ કરી લેવો જોઇએ. તે માટે મારે અવશ્ય દીક્ષા લેવી.' આમ તેમને દીક્ષાની પ્રબળ ભાવના વર્તતી હતી અને અંદરમાં દઢ નિર્ણય કરેલ કે “મારે દીક્ષા તો લેવી જ છે.' આ વાત તેમણે પોતાની એક બહેનપણીને કહી. બહેનપણી દ્વારા તે વાત બહાર પડી ગઈ અને ચંપાબેનને ઠપકો મળ્યો કે-આવા શા વિચારો કરે છે? તેથી, ભાવના તીવ્ર હોવા છતાં, દીક્ષા ન લઇ શકાઇશરમાળ ને નરમ પ્રકૃતિને લીધે, તથા કોની પાસે દીક્ષા લેવી તે નિર્ણય નહિ થઇ શકવાથી, દીક્ષાની ભાવના સાકાર ન થઇ શકી.
- ત્યાર પછી લગભગ ચૌદ કે પંદરમા વર્ષે તેમને વઢવાણ આવવાનું થયું. તે પહેલાં તેઓ દર બબ્બે કે ત્રણ-ત્રણ વર્ષે વઢવાણ આવતાં ને બેચાર મહિના રહેતાં, અને પછી કરાંચી જતાં. પણ પંદરમા વર્ષે વઢવાણ આવ્યા પછી તો ઘણો સમય ત્યાં જ પસાર કરવાનું થયું. કોઇ વાર મોટા ભાઈના ઘરે વાંકાનેર જાય; કરાંચી પણ વચ્ચે જઈ આવેલાં. તેમનું ચિત્ત વૈરાગ્યથી ભિંજાયેલું તો હતું જ, તેમાં તેમની ધર્મભાવનાને -દેશમાં રહેવા દરમિયાન-પોષણ તેમ જ દિશા મળે તેવું થયું. તેમને પૂજ્ય ગુરુદેવ પાસેથી વ્યાખ્યાન દ્વારા તત્ત્વની ઘણી વાતો સાંભળવા મળી. ગુરુદેવે મોક્ષમાર્ગનું જે યથાર્થ પ્રરૂપણ કર્યું હતું તે મેં સાંભળેલું, તત્ત્વજ્ઞાનની યથાર્થ ઝીણી વાતોસમ્યગ્દર્શનનું માહાભ્ય, આત્માનો સ્વભાવ, કર્મ અને આત્માનું સ્વતંત્ર પરિણમન વગેરે ઘણી ઘણી વાતો-સાંભળેલી. તે વિષે હું અને બહેનશ્રી ચર્ચા કરીએ. હું તેમને તત્ત્વની, વૈરાગ્યની કે સત્પરુષ પ્રત્યે ભક્તિની જે જે વાત કરું તે તેઓ ખૂબ રસપૂર્વક સાંભળે. તેમને તે વાતો ખૂબ ગમતી. પહેલાં તો તેમને આ વાતો અઘરી લાગતી ને મનમાં થતું કે આ બધું શું સમજાય? પણ પછી તો તેમણે તે બધું બહુ ઝડપથી પકડી લીધું અને ગુરુદેવનું તત્ત્વજ્ઞાન અંદરમાં પોતાના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk