________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૧૦૩
હતું તેમાં બેસીને ભગવાનના દર્શને જતો હતો.
ફતેકુમાર પણ ભગવાનના દર્શને આવતા હતા. આ રાજકુમાર ભવિષ્ય તીર્થંકર થવાના છે તેવી વાત સીમંધર ભગવાનની દિવ્ય ધ્વનિમાં સાંભળી હતી તે પ્રસંગ બહુ યાદ આવે છે, તે રાજકુમાર પ્રત્યે બહુમાન આવે છે.
મહા સમર્થ યોગીશ્વર જેવી જેની મુદ્રા હતી તેવા શ્રી કુંદકુંદાચાર્યદવ મહાવિદેહક્ષેત્રમાં પધાર્યા હતા, તે પ્રસંગનું પણ વારંવાર સ્મરણ થાય છે અને શ્રી કુંદકુંદાચાર્યદવ પ્રત્યે આ હૃદય નમી પડે છે.
વિદેહક્ષેત્ર બહુ યાદ આવે છે, જ્યાં દિગંબર મુનિવરોનાં ટોળાં વિચરી રહ્યાં છે. કોઈ કોઈ મુનિરાજને અંગ-પૂર્વનાં જ્ઞાન પ્રગટ થઈ રહ્યાં છે, અનેક ઋદ્ધિ અને શુકલધ્યાન વગેરે જ્યાં પ્રગટી રહ્યાં છે.
એ ધર્મક્ષેત્રની શી વાત!
ક્યાં ભરતક્ષેત્ર! ક્યાં વિદેહક્ષેત્ર !
આ અંતરભૂમિમાં સીમંધર ભગવાન વારંવાર યાદ આવે છે, તેથી કોઈ વાર હૃદય રડે છે.
આ બિરાજે સમવસરણમાં સીમંધર ભગવાન !” એમ પ્રત્યક્ષની જેમ તરવરે છે. મહાવિદેહક્ષેત્રમાં ભગવાનના દર્શને જવાનો અને તેમની દિવ્ય ધ્વનિ સાંભળવા જવાનો સુયોગ બહુ યાદ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk