SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૭૪ બહેનશ્રીનાં વચનામૃત -તું એકલો જ મોક્ષ જનાર છો, માટે તું આત્મદર્શન પ્રગટ કર. ગુરુની વાણી સાંભળી વિચાર કર, પ્રતીતિ કર ને ઠર; તો તને અનંત જ્ઞાન ને સુખનું ધામ એવા નિજ આત્માનાં દર્શન થશે. ૨૧૪. મુમુક્ષુ જીવ શુભમાં જોડાય, પણ પોતાની શોધકવૃત્તિ વહી ન જાય-પોતાના સ્વરૂપની શોધ ચાલુ રહે એવી રીતે જોડાય. શુદ્ધતાનું ધ્યેય છોડીને શુભનો આગ્રહ ન રાખે. વળી તે “હું શુદ્ધ છું, હું શુદ્ધ છું” કરીને પર્યાયની અશુદ્ધતા ભુલાઈ જાય-સ્વછંદ થઈ જાય એમ ન કરે; શુષ્કજ્ઞાની ન થઈ જાય, હૃદયને ભિંજાયેલું રાખે. ૨૧૫. સંસારથી ખરેખર થાકેલાને જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. વસ્તુનો મહિમા બરાબર ખ્યાલમાં આવ્યા પછી તે સંસારથી એટલો બધો થાકી જાય છે કે “મારે કાંઈ જોઈતું જ નથી, એક નિજ આત્મદ્રવ્ય જ જોઈએ છે” એમ દઢતા કરી બસ ‘દ્રવ્ય તે જ Please inform us of any errors on rajesh@atmadharma.com
SR No.008217
Book TitleBahenshree na Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size873 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy