________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીના વચનામૃત
૭૩
તું લોકાગ્રે વિચરનારો લૌકિક જનોનો સંગ કરીશ તો તારી પરિણતિ પલટી જવાનું કારણ થશે. જેમ જંગલમાં સિંહ નિર્ભયપણે વિચરે તેમ તું લોકથી નિરપેક્ષપણે તારા પરાક્રમથી–પુરુષાર્થથી અંદર વિચરજે. ૨૧૨.
લોકોના ભયને ત્યાગી, ઢીલાશ છોડી, પોતે દઢ પુરુષાર્થ કરવો. “લોક શું કહેશે” એમ જોવાથી ચૈતન્યલોકમાં જઈ શકાતું નથી. સાધકને એક શુદ્ધ આત્માનો જ સંબંધ હોય છે. નિર્ભયપણે ઉગ્ર પુરુષાર્થ કરવો, બસ! તે જ લોકાગ્રે જનાર સાધક વિચારે છે. ૨૧૩.
સદ્ગુરુના ઉપદેશરૂપ નિમિત્તમાં (નિમિત્તપણાની) પૂર્ણ શક્તિ છે પણ તું તૈયાર ન થાય તો તું આત્મ-દર્શન પ્રગટ ન કર તો- ?? અનંત અનંત કાળમાં ઘણા સંયોગ મળ્યા પણ તે અંતરમાં ડૂબકી મારી નહિ! તું એકલો જ છો; સુખદુ:ખ ભોગવનાર, સ્વર્ગ કે નરકમાં ગમન કરનાર કેવળ તું એકલો જ છો.
જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મ અરે ! જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે.”
Please inform us of any errors on rajesh@atmadharma.com