SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૬૮ બહેનશ્રીનાં વચનામૃત ઊંડો ઊતરી જા, દ્રવ્યના પાતાળમાં જા. ત્યાંથી તને શાંતિ ને આનંદ મળશે. ખૂબ ધીરો થઈ દ્રવ્યનું તળિયું લે. ૨૦૨. આ બધે-બહાર-ધૂળ ઉપયોગ થઈ રહ્યો છે, તે બધેથી ઉઠાવી, ખૂબ જ ધીરો થઈ, દ્રવ્યને પકડ. વર્ણ નહિ, ગંધ નહિ, રસ નહિ, દ્રવ્યેન્દ્રિય પણ નહિ અને ભાવેન્દ્રિય પણ દ્રવ્યનું સ્વરૂપ નથી. જોકે ભાવેન્દ્રિય છે તો જીવની જ પર્યાય, પણ તે ખંડખંડરૂપ છે, ક્ષાયોપથમિક જ્ઞાન છે અને દ્રવ્ય તો અખંડ ને પૂર્ણ છે, માટે ભાવેન્દ્રિયના લક્ષે પણ તે પકડાતું નથી. આ બધાંથી પેલે પાર દ્રવ્ય છે. તેને સૂક્ષ્મ ઉપયોગ કરીને પકડ. ૨૦૩. આત્મા તો અનંત શક્તિઓનો પિંડ છે. આત્મામાં દષ્ટિ સ્થાપવાથી અંદરથી જ ઘણી વિભૂતિ પ્રગટે છે. ઉપયોગને સૂક્ષ્મ કરી અંદર જવાથી ઘણી સ્વભાવભૂત રિદ્ધિસિદ્ધિઓ પ્રગટે છે. અંદર તો આનંદનો સાગર છે. જ્ઞાનસાગર, સુખસાગર-એ બધું અંદર આત્મામાં જ છે. જેમ સાગરમાં ગમે તેટલાં જોરદાર તરંગો ઊછળ્યા કરે તોપણ તેમાં વધઘટ થતી નથી, તેમ અનંત Please inform us of any errors on rajesh@atmadharma.com
SR No.008217
Book TitleBahenshree na Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size873 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy