SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનાં વચનામૃત ૬૭ થયા જ કરે છે, સિદ્ધમાં પણ પરિણતિ તો હોય છે. પરંતુ અપરિણામી તત્ત્વ ઉપર-જ્ઞાયક ઉપર-દષ્ટિ તે જ સમ્યક દૃષ્ટિ છે. માટે “આ મારી જ્ઞાનની પર્યાય', “આ મારી દ્રવ્યની પર્યાય ” એમ પર્યાયમાં શું કામ રોકાય છે? નિષ્ક્રિય તત્ત્વ ઉપર-તળ ઉપર-દષ્ટિ સ્થાપ ને! પરિણામ તો થયા જ કરશે. પણ, આ મારી અમુક ગુણપર્યાય થઈ, આ મારા આવા પરિણામ થયા -એમ શા માટે જોર આપે છે? પર્યાયમાં-પલટતા અંશમાં-દ્રવ્યનું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય થોડું આવે છે? તે પરિપૂર્ણ નિત્ય સામર્થ્યને અવલંબ ને! - જ્ઞાનાનંદસાગરનાં તરંગોને ન જોતાં તેના દળ ઉપર દષ્ટિ સ્થાપ. તરંગો તો ઊછળ્યા જ કરશે. તું એમને અવલંબે છે શું કામ? અનંત ગુણોના ભેદ ઉપરથી પણ દષ્ટિ હુઠાવી લે. અનંત ગુણમય એક નિત્ય નિજતત્ત્વ-અપરિણામી અભેદ એક દળ-તેમાં દષ્ટિ દે. પૂર્ણ નિત્ય અભેદનું જોર લાવ. તું જ્ઞાતાદ્રષ્ટા થઈ જઈશ. ૨૦૧. દઢ પ્રતીતિ કરી, સૂક્ષ્મ ઉપયોગવાળો થઈ, દ્રવ્યમાં Please inform us of any errors on rajesh@atmadharma.com
SR No.008217
Book TitleBahenshree na Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size873 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy