________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૨૫
ધન્ય તે નિગ્રંથ મુનિદશા! મુનિદશા એટલે કેવળજ્ઞાનની તળેટી. મુનિને અંદરમાં ચૈતન્યના અનંત ગુણ-પર્યાયનો પરિગ્રહ હોય છે; વિભાવ ઘણો છૂટી ગયો હોય છે. બહારમાં, ગ્રામપ્યપર્યાયના સહકારી કારણભૂતપણે દેહમાત્ર પરિગ્રહ હોય છે. પ્રતિબંધરહિત સહજ દશા હોય છે; શિષ્યોને બોધ દેવાનો કે એવો કોઈ પણ પ્રતિબંધ હોતો નથી. સ્વરૂપમાં લીનતા વૃદ્ધિગત હોય છે. ૭૧.
અખંડ દ્રવ્યને ગ્રહણ કરી પ્રમત્ત-અપ્રમત્ત સ્થિતિમાં ઝૂલે તે મુનિદશા. મુનિરાજ સ્વરૂપમાં નિરંતર જાગૃત છે. મુનિરાજ જ્યાં જાગે છે ત્યાં જગત ઊંઘે છે, જગત જ્યાં જાગે છે ત્યાં મુનિરાજ ઊંઘે છે. “નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની”. ૭ર.
દ્રવ્ય તો નિવૃત્ત જ છે. તેને દઢપણે અવલંબીને ભવિષ્યના વિભાવથી પણ નિવૃત્ત થાવ. મુક્તિ તો જેમના હાથમાં આવી ગઈ છે એવા મુનિઓને ભેદજ્ઞાનની તીર્ણતાથી પ્રત્યાખ્યાન થાય છે. ૭૩.
Please inform us of any errors on rajesh@atmadharma.com