________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
બહેનશ્રીનાં વચનામૃત
સાંભળવા મળી તે મુમુક્ષુઓનું પરમ સૌભાગ્ય છે. દરરોજ સવાર-બપોર બે વખત આવું ઉત્તમ સમ્યકતત્ત્વ સાંભળવા મળે છે એના જેવું બીજું કયું સદભાગ્ય હોય? શ્રોતાને અપૂર્વતા લાગે અને પુરુષાર્થ કરે તો તે આત્માની સમીપ આવી જાય અને જન્મ-મરણ ટળી જાય-એવી અભુત વાણી છે. આવું શ્રવણનું જે સૌભાગ્ય મળ્યું છે તેને મુમુક્ષુ જીવોએ સફળ કરી લેવું યોગ્ય છે. પંચમ કાળે નિરંતર અમૃતઝરતી ગુરુદેવની વાણી ભગવાનનો વિરહું ભુલાવે છે! ૬૮.
પ્રયોજન તો એક આત્માનું જ રાખવું. આત્માનો રસ લાગે ત્યાં વિભાવનો રસ નીતરી જાય છે. ૬૯.
બધું આત્મામાં છે, બહાર કાંઈ નથી. તને કાંઈ પણ જાણવાની ઇચ્છા થતી હોય તો તું તારા આત્માની સાધના કર. પૂર્ણતા પ્રગટતાં લોકાલોક તેમાં શેયરૂપે જણાશે. જગત જગતમાં રહે છતાં કેવળજ્ઞાનમાં બધું જણાય છે. જાણનાર તત્ત્વ પૂર્ણપણે પરિણમતાં તેની જાણ બહાર કાંઈ રહેતું નથી અને સાથે સાથે આનંદાદિ અનેક નવીનતાઓ પ્રગટે છે. ૭૦.
Please inform us of any errors on rajesh@atmadharma.com