________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૬
બહેનશ્રીનાં વચનામૃત
જો તારી ગતિ વિભાવમાં જાય છે તો તેને ઉતાવળથી ચૈતન્યમાં લગાડ. સ્વભાવમાં આવવાથી સુખ અને ગુણોની વૃદ્ધિ થશે; વિભાવમાં જવાથી દુઃખ અને ગુણોની હાનિ થશે. માટે ઉતાવળથી સ્વરૂપમાં ગતિ કર. ૭૪.
જેણે ચૈતન્યધામને ઓળખી લીધું તે સ્વરૂપમાં એવા સૂઈ ગયા કે બહાર આવવું ગમતું જ નથી. જેમ પોતાના મહેલમાં સુખેથી રહેતા હોય એવા ચક્રવર્તી રાજાને બહાર આવવું ગમતું જ નથી તેમ ચૈતન્યના મહેલમાં જે બિરાજી ગયા તેને બહાર આવવું મુશ્કેલ પડ છે, બહાર આવવું તેને બોજો લાગે છે; આંખ પાસે રેતી ઉપડાવવા જેવું આકરું લાગે છે. સ્વરૂપમાં જ આસક્ત થયો અને બહારની આસક્તિ તૂટી ગઈ છે. ૭પ.
છબી પાડવામાં આવે છે ત્યાં જે પ્રમાણે મુખ પરના ભાવ હોય તે પ્રમાણે કાગળમાં કુદરતી ચિતરાઈ જાય છે, કોઈ દોરવા જતું નથી. એવી રીતે કર્મના ઉદયરૂપ ચિતરામણ સામે આવે ત્યારે સમજવું કે મેં જેવા ભાવ કર્યા હતા તેવું આ ચિતરામણ થયું
Please inform us of any errors on rajesh@atmadharma.com