________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૫O
બહેનશ્રીનાં વચનામૃત
છે, પોતામાં જ બધું ભરેલું છે. આત્મા આખા વિશ્વનો જ્ઞાતા-દ્રષ્ટા અને અનંત શક્તિનો ધરનાર છે. તેનામાં શું ઓછું છે? બધી ઋદ્ધિ તેનામાં જ છે. તો પછી બહારની ઋદ્ધિનું શું કામ છે? જેને બહારના પદાર્થોમાં કુતૂહલતા છે તેને અંદરની રુચિ નથી. અંદરની રુચિ વિના અંદરમાં જવાતું નથી, સુખ પ્રગટતું નથી. ૩૯૬.
ચૈતન્ય મારો દેવ છે; તેને જ હું દેખું છું. બીજાં કાંઈ મને દેખાતું જ નથી ને!–આવું દ્રવ્ય ઉપર જોર આવે, દ્રવ્યની જ અધિકતા રહે, તો બધું નિર્મળ થતું જાય છે. પોતે પોતામાં ગયો, એકત્વબુદ્ધિ તૂટી ગઈ, એટલે બધા રસ ઢીલા પડી ગયા. સ્વરૂપનો રસ પ્રગટતાં અન્ય રસમાં અનંતી મોળાશ આવી. ન્યારો, બધાથી ન્યારો થઈ જતાં સંસારનો રસ અનંતો ઘટી ગયો. દિશા આખી પલટાઈ ગઈ. ૩૯૭.
મેં મારા પરમભાવને ગ્રહણ કર્યો, તે પરમભાવ આગળ ત્રણ લોકનો વૈભવ તુચ્છ છે. બીજાં તો શું પણ મારી સ્વાભાવિક પર્યાય-નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પણ, હું દ્રવ્યદષ્ટિના બળે કહું છું કે, મારી
Please inform us of any errors on rajesh@atmadharma.com