________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીના વચનામૃત
૧૪૯
મુનિરાજના હૃદયમાં એક આત્મા જ બિરાજે છે. તેમનું સર્વ પ્રવર્તન આત્મામય જ છે. આત્માના આશ્રયે નિર્ભયતા ઘણી પ્રગટી છે. ઘોર જંગલ હોય, ગીચ ઝાડી હોય, સિં–વાઘ ત્રાડ નાખતા હોય, મેઘલી રાત જામી હોય, ચારે કોર અંધકાર વ્યાપ્ત હોય, ત્યાં ગિરિગુફામાં મુનિરાજ બસ એકલા ચૈતન્યમાં જ મસ્તપણે વસે છે. આત્મામાંથી બહાર આવે તો શ્રુતાદિના ચિંતવનમાં ચિત્ત જોડાય અને પાછા અંદરમાં ચાલ્યા જાય. સ્વરૂપના ઝૂલામાં ઝૂલે છે. મુનિરાજને એક આત્મલીનતાનું જ કામ છે. અદ્દભુત દશા છે! ૩૯૪.
ચેતનનું ચૈતન્યસ્વરૂપ ઓળખી તેનો અનુભવ કરતાં વિભાવનો રસ તૂટી જાય છે. માટે ચૈતન્ય
સ્વરૂપની ભૂમિ ઉપર ઊભો રહીને તું વિભાવને તોડી શકીશ. વિભાવને તોડવાનો એ જ ઉપાય છે. વિભાવમાં ઊભાં ઊભાં વિભાવ નહિ તૂટે; મંદ થશે, અને તેથી દેવાદિની ગતિ મળશે, પણ ચાર ગતિનો અભાવ નહિ થાય. ૩૯૫.
ત્રણ લોકને જાણનારું તારું તત્ત્વ છે તેનો મહિમા તને કેમ નથી આવતો! આત્મા પોતે જ સર્વસ્વ
Please inform us of any errors on rajesh@atmadharma.com