________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૩૯
સાધકની દશા એકસાથે ત્રણપટી (-ત્રણ વિશેષતાવાળી) છે - એક તો, તેને જ્ઞાયકનો આશ્રય અર્થાત્ શુદ્ધાત્મદ્રવ્ય પ્રત્યેનું જોર નિરંતર વર્તે છે જેમાં અશુદ્ધ તેમ જ શુદ્ધ પર્યાયાંશની પણ ઉપેક્ષા હોય છે; બીજાં, શુદ્ધ પર્યાયાંશ સુખરૂપે વેદાય છે અને ત્રીજાં, અશુદ્ધ પર્યાયાંશ-જેમાં વ્રત, તપ, ભક્તિ આદિ શુભભાવો સમાય છે તે-દુ:ખરૂપે, ઉપાધિરૂપે વેદાય છે.
સાધકને શુભભાવો ઉપાધિરૂપ જણાય છે-એનો અર્થ એવો નથી કે તે ભાવો હઠપૂર્વક હોય છે. આમ તો સાધકના તે ભાવો હુઠ વિનાની સહજદશાના છે, અજ્ઞાનીની માફક “આ ભાવો નહિ કરું તો પરભવમાં દુઃખો સહન કરવો પડશે” એવા ભયથી પરાણે કષ્ટપૂર્વક કરવામાં આવતા નથી, છતાં તેઓ સુખરૂપ પણ જણાતા નથી. શુભભાવોની સાથે સાથે વર્તતી, જ્ઞાયકને અવલંબનારી જે યથોચિત નિર્મળ પરિણતિ તે જ સાધકને સુખરૂપ જણાય છે.
જેમ હાથીને બહારના દાંત-દેખાવના દાંત જુદા હોય છે અને અંદરના દાંત-ચાવવાના દાંત જુદા હોય છે, તેમ સાધકને બહારમાં ઉત્સાહનાં કાર્ય-શુભ પરિણામ દેખાય તે જુદા હોય છે અને અંતરમાં આત્મશાંતિનુંઆત્મતૃતિનું સ્વાભાવિક પરિણમન
Please inform us of any errors on rajesh@atmadharma.com