________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૩પ
પરપદાર્થમાં એનું જ્ઞાન જતું નથી, પરમાંથી કાંઈ આવતું નથી. આ સમજવા માટે દેવ-શાસ્ત્ર-ગુરુ આદિ બાહ્ય નિમિત્તો હોય છે, પણ દર્શન-જ્ઞાન-ચારિત્ર બધું જે પ્રગટ છે, તે પોતામાંથી જ પ્રગટે છે. એ મૂળતત્ત્વને ઓળખવું તે જ કરવાનું છે. બીજાં બહારનું તો અનંત કાળમાં ઘણું કર્યું છે. શુભભાવની બધી ક્રિયાઓ કરી, શુભભાવમાં ધર્મ માન્યો, પણ ધર્મ તો આત્માના શુદ્ધભાવમાં જ છે. શુભ તો વિભાવ છે, આકુળતારૂપ છે, દુઃખરૂપ છે, એમાં કયાંય શાંતિ નથી. જોકે શુભભાવ આવ્યા વિના રહેતા નથી, તોપણ ત્યાં શાંતિ તો નથી જ. શાંતિ હોય, સુખ હોયઆનંદ હોય એવું તત્ત્વ તો ચૈતન્ય જ છે. નિવૃત્તિમય ચૈતન્યપરિણતિમાં જ સુખ છે, બહારમાં કયાંય સુખ છે જ નહિ. માટે ચૈતન્યતત્ત્વને ઓળખીને તેમાં ઠરવાનો પ્રયાસ કરવો તે જ ખરું શ્રેયરૂપ છે. તે એક જ મનુષ્યજીવનમાં કરવાયોગ્ય-હિતરૂપ-કલ્યાણરૂપ છે. ૩૭૫.
પૂર્ણ ગુણોથી અભેદ એવા પૂર્ણ આત્મદ્રવ્ય ઉપર દષ્ટિ કરવાથી, તેના જ આલંબનથી, પૂર્ણતા પ્રગટ થાય છે. આ અખંડ દ્રવ્યનું આલંબન તે જ અખંડ એક પરમપરિણામિકભાવનું આલંબન. જ્ઞાનીને તે આલંબનથી પ્રગટ થતી ઔપથમિક,
Please inform us of any errors on rajesh@atmadharma.com