________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૩૪
બહેનશ્રીનાં વચનામૃત
બધાં તાળાંની ચાવી એક-“જ્ઞાયકનો અભ્યાસ કરવો. આનાથી બધાં તાળાં ખૂલી જશે. જેને સંસારકારાગૃહમાંથી છૂટવું હોય, મુક્તિપુરીમાં જવું હોય, તેણે મોહરાગદ્વેષરૂપ તાળાં ખોલવા માટે જ્ઞાયકનો અભ્યાસ કરવારૂપ એક જ ચાવી લગાડવી. ૩૭૩.
શુભ રાગની રુચિ તે પણ ભવની રુચિ છે, મોક્ષની રુચિ નથી. જે મંદ કષાયમાં સંતોષાય છે, તે અકષાયસ્વભાવ શાયકને જાણતો નથી તેમ જ પામતો નથી. ગુરુદેવ પોકારી પોકારીને કહે છે કે જ્ઞાયકનો આશ્રય કરી શુદ્ધ પરિણતિ પ્રગટ કર; તે જ એક પદ છે, બાકી બધું અપદ છે. ૩૭૪.
આ ચૈતન્યતત્ત્વને ઓળખવું. ચૈતન્યને ઓળખવાનો અભ્યાસ કરવો, ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો–એ જ કરવાનું છે. એ અભ્યાસ કરતાં કરતાં આત્માની રાગાદિથી ભિન્નતા ભાસે તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય. આત્મા ચૈતન્યતત્ત્વ છે, જ્ઞાયક સ્વરૂપ છે–એને ઓળખવો. જીવને એવો ભ્રમ છે કે પરદ્રવ્યનું હું કરી શકું છું. પણ પોતે પરપદાર્થમાં કાંઈ કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. પોતે જાણનારો છે, જ્ઞાયક છે.
Please inform us of any errors on rajesh@atmadharma.com