________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
બહેનશ્રીનાં વચનામૃત
ક્ષાયોપથમિક ને ક્ષાયિકભાવરૂપ પર્યાયોનું વ્યક્ત થતી વિભૂતિઓનું-વેદન હોય છે પણ તેનું આલંબન હોતું નથી–તેના ઉપર જોર હોતું નથી. જોર તો સદાય અખંડ શુદ્ધ દ્રવ્ય પર જ હોય છે. ક્ષાયિકભાવનો પણ આશ્રય કે આલંબન ન લેવાય કારણ કે તે તો પર્યાય છે, વિશેષભાવ છે. સામાન્યના આશ્રયે જ શુદ્ધ વિશેષ પ્રગટે છે, ધ્રુવના આલંબને જ નિર્મળ ઉત્પાદ થાય છે. માટે બધું છોડી, એક શુદ્ધાત્મદ્રવ્ય પ્રત્યે-અખંડ પરમપરિણામિકભાવ પ્રત્યે-દષ્ટિ કર, તેના ઉપર જ નિરંતર જોર રાખ, તેના જ તરફ ઉપયોગ વળે તેમ કર. ૩૭૬.
સ્વભાવમાંથી વિશેષ આનંદ પ્રગટ કરવા અર્થે મુનિરાજ જંગલમાં વસ્યા છે. તે માટે નિરંતર પરમપારિણામિકભાવમાં તેમને લીનતા વર્તે છે, -દિન-રાત રોમે રોમમાં એક આત્મા જ રમી રહ્યો છે. શરીર છે પણ શરીરની કાંઈ પડી નથી, દેહાતીત જેવી દશા છે. ઉત્સર્ગ ને અપવાદની મૈત્રીપૂર્વક રહેનારા છે. આત્માનું પોષણ કરીને નિજ સ્વભાવભાવોને પુષ્ટ કરતા થકા વિભાવભાવોનું શોષણ કરે છે. જેમ માતાનો છેડો પકડીને ચાલતો બાળક કાંઈક મુશ્કેલી દેખાતાં વિશેષ જોરથી છેડો પકડી લે છે, તેમ મુનિ પરીષહ-ઉપસર્ગ
Please inform us of any errors on rajesh@atmadharma.com