________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦]
[૭૩ મંદતા કરતાં, પુરુષાર્થની અંતરંગ સ્થિરતા થતાં, અંશે ગુણની વૃદ્ધિ થઈ તેને દેશવિરતિ નામનું પાંચમું ગુણસ્થાન કહે છે. છઠે ગુણસ્થાનકે ઘણા ગુણની ઉજ્જવળતા અને સર્વવિરતિપણું એટલે અંતરંગ જ્ઞાનની સ્વરૂપસ્થિરતા ઘણે અંશે થાય છે. ધર્માત્મા મુનિઓમાં મહા સમર્થ, જેમની દશા બહુ પવિત્ર હતી એવા પૂજ્યશ્રી કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય વગેરે છઠ્ઠી–સાતમી ભૂમિકામાં ઝૂલતાં હતા.
સમયસારની છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે આત્મા ત્રિકાળ જ્ઞાયક એકરૂપ છે, તેમાં પ્રમત્તઅપ્રમત્તના બે ભેદ પડે તેવો આત્મા નથી. એમ કહેનાર મહામુનિવર આચાર્ય મહારાજ આત્મજ્ઞાનની સ્થિરતામાં રહેતા હતા.
કવચિત્ પૂર્વકર્મના ઉદયમાં જોડાવાથી અસ્થિર થઈ મંદ રાગમાં જોડાઈ છઠ્ઠા ગુણસ્થાનમાં આવે અને વળી સ્થિર અપ્રમત્ત થતાં સાતમે ગુણસ્થાને જાય એવી પરમ અભુત ચારિત્રદશામાં સ્થિર હોય તે સદ્ગુરુ કહેવાય છે. જ્યારે મુનિ છઠ્ઠ ગુણસ્થાનકે હોય છે ત્યારે નબળાઈના કારણે અલ્પ અસ્થિરતા થઈ જાય છે અને પ્રશસ્ત રાગની વૃત્તિ ઉપજે છે; ગુરુઉપદેશ શ્રવણ કરવો અથવા શિષ્યોને ઉપદેશ આપવો, આહાર-વિહાર આદિ શુભ પ્રવૃત્તિ હોય છે. આવી દશાને પ્રમત્ત ગુણસ્થાન (છઠું) કહે છે. છતાં તે અલ્પ અસ્થિરતા આત્મજ્ઞાનને રોધક નથી અને સ્વરૂપસ્થિરતામાં ખાસ બાધક નથી. કોઈ એકલી કષાયની મંદતા, વૈરાગ્ય અને બાહ્યત્યાગ કરી સાધુપણું માની-મનાવી બેઠા હોય અને આત્માના ભાન વિના ગુરુપણું ધારે તેવા ગુરુને સદ્ગુરુ નથી કહ્યા.
આત્મજ્ઞાન વિના બાહ્ય ત્યાગ-વૈરાગ્ય, વાસ્તવિક શુભપરિણામ કે પુણ્ય નથી. આત્મજ્ઞાન વિના તેનું પુણ્ય દોષવાળું અને સંસાર વધારનાર પાપાનુબંધી પુણ્ય હોય છે.
અત્રે શિષ્ય કહે છે કે છઠે ગુણસ્થાનકે પ્રમાદ છે અને સ્વરૂપસ્થિતપણું, ઈચ્છારહિતપણું એવું સદ્ગુરુનું પદ કહ્યું; પણ પૂર્ણ સ્વરૂપસ્થિતપદ તો ૧૩ મે ગુણસ્થાનકે જ સંભવે છે?
તેનું સમાધાન અહીં કારણો આપી કરવામાં આવે છે. ભાઈ રે! તું ઊભો રહે, તારું કહેવું એક દષ્ટિએ અસંગત છે. સ્વરૂપસ્થિતિની પરાકાષ્ઠા તો ૧૪ મા ગુણસ્થાનકને છેડે હોય છે, કેમકે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મનો ૧૩ મે ગુણસ્થાનકે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આત્મામાં અલ્પ પણ કચાશ છે ત્યાં લગી ૧૩ મું ગુણસ્થાનક છે. તેથી ત્યાં સંપૂર્ણ સ્વરૂપસ્થિતિ નથી પણ સંપૂર્ણ વીતરાગપદ છે, અને મોટુ આદિ ચાર કર્મનો સર્વથા ક્ષય હોય છે. અનંત સુખસ્વરૂપ દશાની અપેક્ષાએ ૧૩ મે ગુણસ્થાનકે પણ સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા કહેવાય.
આત્મા જે સ્વરૂપે છે તેની સભ્યશ્રદ્ધા, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર વર્તમાનમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com