________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પ્રગટે તે જ ક્ષણે પૂર્ણ સ્વરૂપ ઊઘડી ન જાય, કારણ કે જે સમયે સમ્યજ્ઞાન ઉત્પન્ન થયું તે સમયથી અંશે અંશે કાર્ય અને કારણ અપૂર્વ ઊપજે છે પણ પવિત્ર ઉત્કૃષ્ટ દશા તો ૧૪ મા ગુણસ્થાનકને છેલ્લે સમયે થાય છે.
આત્માની કેવળજ્ઞાનદશા પૂર્ણ થવા છતાં વેદનીય આદિ ચાર કર્મ ૧૩ મે ગુણસ્થાને પણ બાકી રહે છે, માટે ભાઈ રે! ૧૩ મે ગુણસ્થાનકે દ્રવ્યમોક્ષ નથી, છતાં પૂર્ણ સ્વરૂપસ્થિતિ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય પ્રગટયાં છે, માટે સર્વજ્ઞ કેવળી જિન ભગવાનને સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા પણ અવિરોધપણે અપેક્ષા સમજીને કહેવાય. પ્રથમ ના કહી, પાછળથી હા કહી. કોઈ એકાંત પક્ષ કરે તો તેનું કથન ખોટું ઠરે છે.
આત્મા જે શુદ્ધ સ્વરૂપે છે તેનું જ્ઞાન થતાં અંશે સ્વરૂપસ્થિરતા પ્રગટે અને પુરુષાર્થ વધતાં, સ્થિરતા વધતાં મોહકર્મનો સર્વથા અભાવ થતાં અનંત સુખ પ્રગટે; એ રીતે દેહ છતાં પૂર્ણપણે સ્વરૂપસ્થિતદશા ૧૩ મે ગુણસ્થાનકે છે એમ વિરોધ ટાળીને કહ્યું.
અહીં શિષ્ય કહ્યું કે :-ગુરુ! અંતરંગ ઘાતિકર્મ તો ટળી ગયાં છે પણ બાહ્ય સંયોગો હજી ઊભા રહ્યા છે. યોગગુણની અશુદ્ધ દશાના કારણે શાતા-અશાતાના એક સમયવર્તી પરમાણુ આવે અને જાય છે માટે અવ્યાબાધ સ્થિતિ ન કહેવાય. માટે તમે ૧૩ મે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિરતા પૂર્ણપણે કહી તે બરાબર નથી પણ ૧૪ મા ગુણસ્થાનકના છેલ્લે સમયે પૂર્ણપણે સ્વરૂપસ્થિરતા કહો. આ શંકાના પેટામાં કેટલીક વિપરીત અજ્ઞાન માન્યતાઓ છે તે કહે છે
કેઃ
ઘણા જીવો માને છે કે-આત્મજ્ઞાન થયું તે સાથે જ દેહ અને દેહ સાથે રહેલાં કર્મઆવરણો (પૂર્વપ્રારબ્ધ) સર્વથા ટળી જાય; પણ એમ નથી. વળી બીજી માન્યતા છે કે આત્મજ્ઞાન થયું એને રાગ-દ્વેષ, અસ્થિરતા ન હોય; એ માન્યતા પણ ખોટી છે.
આત્મા શુદ્ધ નિર્મળ છે એવું ભાન થયું છતાં સાધકદશાની અંશે પવિત્રતા છે, અને બાધકદશાની અલ્પ અસ્થિરતા દેખાય, છતાં અંતરંગ સ્વરૂપને બાધ નથી. અંતરંગ અભિપ્રાયમાંથી મિથ્યા માન્યતાનો, રાગ-દ્વેષ-મોહનો અભાવ (અજ્ઞાન-ભ્રમણાનો અભાવ) થયો છે, અંતરંગમાં ક્ષોભ રહિત છે. આ સાધક સ્વભાવનું સ્વરૂપ સમજવામાં ઘણો ઉંડો ન્યાય સમાઈ જાય છે. તેમાં ઘણો ગંભીર આશય છે. લોકો કાંઈક ઊંડાણમાં વિચાર-મનન કરે, અભ્યાસ કરે તો બધું જેમ છે તેમ યથાર્થ સમજાય
હું કેવળ જ્ઞાનમાત્ર છું એટલે પરપણે નથી એવું નિઃસંદેહ ભેદવિજ્ઞાન આત્માને સદાય પરધર્મોથી અસંગ જાણે છે, નિર્દોષ અભિપ્રાય, રાગના સાથ વિનાનું જ્ઞાન,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com