________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦]
[૭૫ અતીન્દ્રિય અનુભવ સહિત પ્રતીતિ, જેને સમ્યગ્દર્શન કહે છે તેવી સુપાત્ર દશા ગૃહસ્થ–વેશમાં પણ
હોય છે.
સમ્યગ્દર્શન થતાં આત્મસ્વભાવનો અનુભવ પ્રગટપણે છે; એક અંશે શુદ્ધતાનું વિદ્યમાનપણું છે, શક્તિરૂપે પૂર્ણતા હતી; જ્ઞાનના પુરુષાર્થવડે અંશે સ્વરૂપસ્થિરતા થાય છે, છતાં ત્રણ કષાય જેટલો દોષ હોય છે, એટલે પુરુષાર્થ હજી મંદ છે. સમ્યક અભિપ્રાયમાં બાધ નથી; કારણ કે ત્યાં અનંતાનુબંધી કષાય-ક્રોધ, માન, માયા, લોભનો અભાવ કર્યો છે. જે અનંતાનુબંધી કષાય અજ્ઞાનદશામાં, ઊંઘી માન્યતામાં સાથ આપીને સંસારબંધનમાં નિમિત્ત થતો હતો તેનો સાચા જ્ઞાનબળ વડે અભાવ કર્યો છે.
હવે બીજો કષાય પાંચમા ગુણસ્થાનકે ટળે છે. વિષય-કષાયની વૃત્તિ આવે તેને જ્ઞાનબળની અધિક સ્થિરતાથી ટાળે છે અને રાગનો ભાગ ટાળીને પુરુષાર્થ વધારે છે તેને પાંચમું ગુણસ્થાનક કહે છે. સ્વાનુભવના બળ વડે છઠે ગુણસ્થાનકે ત્રણ જાતના કષાયોના અભાવપૂર્વક સકલચારિત્રનું પ્રગટપણું છે. અધિક બળવાન દશા પ્રગટપણે હોવાથી ઘડીમાં છઠું ગુણસ્થાનક અને ઘડીમાં સાતમું ગુણસ્થાનક આવે છે. સાતમે જ્ઞાનની અભેદ સ્થિરતા અને છઠે કિંચિત્ પ્રમત્તદશા એટલે અસ્થિરતા વર્તે છે. આવી પ્રમત્તદશા હોય તેને સર્વવિરતિ (મુનિ ) કહેવાય છે, તેથી સ્વરૂપસ્થિતિપણું કહેવામાં વિરોધ નથી.
કહેવાનું પ્રયોજન એ છે કે લોકોમાં સ્વચ્છેદ અને સાચી સમજની ગેરહાજરી છે. ભવપાર કરનાર નાવ (હોડી) સમાન સાચો સત્સમાગમ કોને કહેવો? અનંતકાળથી રખડવું પડ્યું તે સત્ પરીક્ષાના અભાવમાં જ. અત્રે શ્રીમદે બહુ ઝીણવટથી સત્પરુષ જ્ઞાનીનું વર્ણન કરતાં કહ્યું અને તેમાં સપુરુષનાં લક્ષણ જાતે લખ્યાં છે કે સ્વરૂપસ્થિત, ઈચ્છા રહિત, કેવળ જ્ઞાયકપણું આત્માનું લક્ષણ છે. ધર્મ અને ધર્મીનું વાસ્તવિકપણું સ્વાધીનપણે પોતાપણે ટકવું તેમાં છે. તેમાં મન, વાણી, દેહની ક્રિયા, પુણ્ય, પાપ આદિ કાંઈ કરવાનું ન આવ્યું, તેમ જ જગતની ભૂગોળ જાણવી, આટલાં શાસ્ત્રો જાણવાં, આટલી ક્રિયા કરવી-એમ પણ ન આવ્યું.
પ્રથમ ગાથામાં આવ્યું હતું કે “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત” એટલે પોતાનું સ્વરૂપ જેમ છે તેમ ન સમજ્યો માટે અનંત દુઃખ પામ્યો; “અને સમજ્યો તે પણ પોતાની પાત્રતાથી, પોતાનો સ્વછંદ છોડીને ગુરુ આજ્ઞાથી પોતે સમજ્યો. એમ શ્રીગુરુનો વિનય કર્યો
અત્રે એમ કહેવું છે કે મિથ્યાત્વ ટાળતાં જે આત્મશક્તિનું તિરોભાવપણું હતું તે આવિર્ભાવપણું થયું, એ ચોથી ભૂમિકા કહેવાય છે. તે ભૂમિકામાં રાગ, દ્વેષ, વિષય,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com