________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ઈચ્છાનો અભાવ થવારૂપ અંશે અંશે સ્થિરતા ( જ્ઞાનની) વધારી, તેને દેશવિરતિ સ્વરૂપાચરણ નામનું પાંચમું ગુણસ્થાનક કહે છે.
આત્મા સ્વરૂપે સિદ્ધસમાન છે, અનાદિ-અનંત સ્વતંત્ર જ્ઞાતા છે, બેહદ જ્ઞાનગુણથી પૂર્ણ જ્ઞાનમાત્ર છે, તેમાં પરદ્રવ્યની ક્રિયા, રાગનો અંશમાત્ર નથી. કેવળ જ્ઞાતા છું-એવી જ્યાં પ્રતીતિ કરી ત્યાં જ મિથ્યાત્વનો નાશ થાય છે અને જે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ઉદય આત્મસ્વરૂપમાં સ્થિરતા થવામાં વિઘ્રરૂપ હતો તેનો અભાવ કર્યો એટલે કે આ અસ્થિરતાનો નાશ કર્યો.
જે ભાવે ભવ તૂટે અને જે ભાવે ભવ ન તૂટે તેની સમજણ વિના કોઈ કહે કે ત્યાગ અને વૈરાગ્યની ઉત્કૃષ્ટતાથી એકાવતારીપણું થાય તો તે મિથ્યા છે. જેને ઠીક કરવું છે તેને અઠીકપણું ખસે નહિ તો સાચો ધર્મ હોઈ શકે નહિ. સમ્યક (ઠીકપણું) તેનું નામ કહેવાય કે જે આવ્યું ટળે નહિ. સદ્ગુરુનાં લક્ષણની સાચી પિછાણ વિના અને આત્મજ્ઞાનમાં શી સ્થિતિ છે, સ્વરૂપસ્થિતિ શું છે, સ્વસ્વરૂપ શું છે તેના ભાન વિના આત્મજ્ઞાન હોય નહિ. આત્મજ્ઞાન વિના એકાવતારીપણું હોય નહિ.
વળી કોઈ કહે કે અમે ઉત્કૃષ્ટ ત્યાગ, અને વૈરાગ્યથી ધર્મક્રિયા કરીએ છીએ; એનાથી મુક્તિ મળશે, પણ વર્તમાનમાં અપૂર્વ વિવેક જ્ઞાન વિના ગમે તેટલો ત્યાગ, વૈરાગ્ય કરે તો પણ ભવકટી ન થાય એ ચોક્કસ છે.
(હવે આગલી વાત કહેવાય છે.) –આત્મજ્ઞાન વિકાસની ચૌદ ભૂમિકા છે. મોહ અને યોગ ટળવાની અપેક્ષાએ ચૌદ પ્રકારની ભૂમિકા કહેવાય છે. તેમાં ચોથે ગુણસ્થાનકે આત્મભાનની પવિત્ર ભૂમિકા અંતરંગમાં પ્રગટે છે; તેનાથી અધિક સ્વરૂપસ્થિતિ પાંચમી ભૂમિકામાં છે, તેનાથી ઉપર છઠ્ઠી, સાતમી ભૂમિકા એ નગ્ન-નિગ્રંથ મુનિપદ કહેવાય છે; ત્યાં સ્વરૂપસ્થિતિ વિશેષ છે. સાતમે ગુણસ્થાનકે વિશેષ હોય ત્યાંથી પ્રમાદવશે અસ્થિરતા થઈ છઠે ગુણસ્થાનકે આવે છે ત્યારે શિષ્યને ઉપદેશ, ધર્મની પ્રભાવના, દેવ-ગુરુ-ધર્મની ભક્તિ, બાર અનુપ્રેક્ષા (ભાવના), ચાર ભાવના આદિ શુભ વિકલ્પ હોય છે, ઉપદેશમાં ખોટા દેવ, ગુરુ, શાસ્ત્ર જૈનાભાસ વગેરેનો નિષેધ પણ કરે છે, તેમાં દ્વેષ નથી. આહાર-વિહારની વૃત્તિ પણ ઊઠે છે, છતાં આત્મસ્થિરતામાં બાધ નથી. અહીં ઉપદેશકપણું હોય છે એમ કહેવું છે.
ચોથે ગુણસ્થાનકે અને તેરમે ગુણસ્થાનકે (જીવનમુક્ત દશામાં) નિઃશંક પ્રતીતિ સમાન છે, છતાં સ્થિરતામાં અને જ્ઞાનની રમણતામાં તારતમ્યતાના ભેદ પડે છે. ચોથે ગુણસ્થાનકે શ્રેણિક જેવા ધર્માત્માની આત્માના બેહદ-અભેદ સામર્થ્યની પ્રતીતિ એવી નિર્મળ છે કે જે જાતની પ્રતીતિ કેવળજ્ઞાની-જીવનમુક્ત પરમાત્માને હોય છે. છતાં પૂર્વભવે આત્મવીર્યનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com