________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦]
[ ૭૭ ઊંધો વળાંક નાખેલો છે, એટલે શીધ્ર પુરુષાર્થ ઉપાડી પૂર્ણ થવાનો કામી એવો ધર્માત્મા આ સંસારના સંયોગોમાં થોડો કાળ રોકાઈ રહે છે. વિષય-ભોગનું નિમિત્ત હોય છે છતાં અભક્ષ્ય આહાર અને અનાચાર ન હોય. તેને અંદરમાં આંતરા વિના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની એવી સભ્યશ્રદ્ધા છે કે હું સિદ્ધ સમાન શુદ્ધ જ છું; એવી દૃઢ પ્રતીતિના જોરથી એક ભવે કેવળજ્ઞાન, પૂર્ણ પવિત્ર દશા પ્રાપ્ત કરી મોક્ષે જઈ શકે છે. એ શ્રેણિક ધર્માત્મા જેવા અનંત જીવો એકાવતારી થઈ ગયા. વર્તમાનમાં પણ ગૃહસ્થવેશમાં હોઈ શકે છે. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનદશામાં સ્થિત હતા. દેહની અંતિમ અવસ્થા વખતે તેઓ કહી ગયા છે કે “જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી,' હું સિદ્ધસમાન નિર્દોષ છું,-એવી નિઃશંક દૃષ્ટિનું સમ્યકત્વપણું, પણ અભિપ્રાયનું નિર્ભયપણું, નિર્દોષપણું, નિઃશંકપણું વર્તમાનકાળે પણ હોય છે. સ્વરૂપની પ્રાપ્તિનું અંતરંગમાંથી તેને વેદન ખસે નહિ.
અહીં એમ કહ્યું છે કે જો ચોથે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હોય તો મિથ્યાત્વ જવાનું ફળ શું? કંઈ જ નહિ. માટે ભાઈ રે! જો યથાર્થ સ્વરૂપસ્થિતિ અને સમ્યક અભિપ્રાયની નિઃશંકતા ન હોય તો શ્રેણિક આદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય? એક પણ વ્રત, પચ્ચખાણ ન હતું, છતાં આવતા ભવે તીર્થકર ભગવાન થશે. ૮૪000 વર્ષ પુરાં થયે આ ભરતક્ષેત્રમાં જગતગુરુ તીર્થંકરદેવ થશે; સો ઇન્દ્રો તેમની ભક્તિ કરશે; છ મહિના અગાઉ તે તીર્થકરના માતાજીની સ્તુતિ કરવા ઇન્દ્રો સ્વર્ગથી આવશે અને કહેશે કે “ધન્ય માતા! રત્નકૂખધારિણી ! આપની કૂખે ત્રિલોકનાથ તીર્થકર ભગવાન છ મહિના પછી પધારવાના છે!” અને રત્નોનો વરસાદ વરસે છે-એવો અપૂર્વ મહિમા છે. તે ઉપચારથી આત્માનો મહિમા સમજો એમ કહીએ છીએ. લોકોને આવી અલૌકિક વાત સાંભળીને જરા આશ્ચર્ય લાગે પણ એમ જ છે. પોતાને સંસારનું ઠીક લાગતું હોય તેનો, વર્તમાન જીવનનો આયુષ્યનો નાહક વિચાર કરે પણ આત્માના પરમ અદ્ભુત જ્ઞાનઐશ્વર્ય-સમ્યજ્ઞાનનો અપૂર્વ મહિમા સાંભળ્યો નથી એટલે આત્માનું સામર્થ્ય શું હોઈ શકે, તેના વિચાર આવતા નથી.
વર્તમાન આયુષ્ય અને તેના જે જે સંયોગો આવવાના છે તે પૂર્વે ચોક્કસ નિર્ભીત થઈ ગયા છે; છતાં તેમાં બહારથી ઠીક કરવાના વિચારવાળા પૂર્વભવનો ખ્યાલ કરતાં નથી. ગયા કાળના જે ભાવે હું વર્તમાનમાં મનુષ્યઆયુષ્ય લઈને આવ્યો તેનું કારણ, જે જીવો ઢોરપણું જે ભાવે પામ્યા છે તેના કરતાં મારા જુદા ભાવ હતા તે છે, એમ વિચાર નથી કરતો અને હવે પછી હું વર્તમાનમાં કેવું જીવન જીવું છું કે મારું ભવિષ્યનું જીવન કેવું થશે તેનો વિચાર સાચો આવતો નથી. હું અનાદિ-અનંત છું મારું ભલું-ભૂંડું કરનાર હું જ છું તેમાં કોઈનો અધિકાર નથી. શુભરાગથી પણ સુખ મળે તેમ નથી, તેનો સમ્યક વિચાર નથી. વળી પૂર્વે જે ભાવે હું મનુષ્યપણું પામ્યો તે ભાવ પણ જો હું નિર્દોષપણે ટકાવી રાખું તો મનુષ્યપણું પણ મળશે એવો વિચાર પણ કરતો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com