________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પણ વર્તમાન સંસાર સંબંધી જ લક્ષ, રુચિ અને આદર રાખી, અજ્ઞાનભાવે વર્તે છે; તેથી તેને જીવનું નિત્યપણું ભાસતું નથી. અમુક ખાસ ખાસ ગુણો હોય તો જ ફરી મનુષ્યપણું મળે એ વાતની ખબર છતાં અન્યથા આચરણ કરી ભવ ગુમાવે છે એ પણ આશ્ચર્ય છે. આત્મા શું, જ્ઞાન શું, તે શું કરી શકે, શું ન કરી શકે ? તેની કાંઈ ખબર નહિ, તેવા લોકો શ્રેણિક રાજાની વાત સાંભળીને ભડકે છે, અથવા તેના નામની ઓથ લઈ સ્વચ્છંદ સેવે છે. શ્રેણિક રાજા સંસારમાં, રાજ્યમાં, રાજ્યસિંહાસનમાં બેઠા ન હતા, પણ આત્મામાં બેઠા હતા. એવો નિર્દોષભાવ તે શું હશે? તેનો કદી અભ્યાસ, પરિચય કર્યો છે?
સાચું સાંભળવાનું મળે તેણે રુચિપૂર્વક ખૂબ ઘૂંટવું-મનન કરવું જોઈએ. આત્મજ્ઞાનની પ્રાતિથી એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય તે વિચારવું. એકાવતારીપણું હોવાનું કારણ પોતાના સ્વરૂપની શ્રદ્ધાનું નિઃશંકપણું હતું શ્રેણિકરાજાને ચારિત્રમાં અસ્થિરતાનો દોષ હતો, છતાં અંતરંગમાં જ્ઞાનની બેહુદ શ્રદ્ધા દેઢતર હતી; નિઃશંક સમ્યક અભિપ્રાયની હયાતી હતી. જે સદ્ગુરુ આત્મજ્ઞાનની સ્થિરતામાં સાતમ-છઠે ગુણસ્થાનકે વર્તે છે, તેમાં છકે ગુણસ્થાનકે ઉપદેશક હોઈ શકે. મુખ્યપણે ઉપદેશકપણું છઠ્ઠા ગુણસ્થાનકવર્તીને હોઈ શકે.
આગળ શિષ્ય પ્રશ્ન કર્યો હતો કે એવા સદ્ગુરુ અને ઉપદેશક મુખ્યપણે કયા ગુણસ્થાનકે હોઈ શકે અને સમદર્શિતા શું? એનો ઉપર ખુલાસો થઈ ગયો.
બાહ્યદષ્ટિ લોકો સમન્વય કરવામાં સમભાવ માને છે, તે તો મૂઢતા છે. વાસ્તવિક સમભાવ આત્મજ્ઞાન વિના નથી જ. ખોટાને ખોટો મત કહેવો તે વૈષ અને સાચાને સાચો કહેવો તે રાગ એમ નથી. જ્ઞાની સમભાવમાં વર્તે છે, છતાં જેમ છે તેમ જાણે. કહે, બોધે અને ઉપદેશ દ્વારા અસત્ય મત તથા મિથ્યાભાવોનો નિષેધ કરે.
ધર્માત્મા અનંતા થઈ ગયા, તેઓ પોતાનું કામ કરી ગયા; અહીં તો ધર્મોપદેશક સાચા ધર્મગુરુના લક્ષણની વ્યાખ્યા કરવી છે. સાચું લક્ષણ તેને કહીએ કે જે નિર્દોષ હોય, અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દોષ રહિત હોય. જેમ કે જીવનું લક્ષણ ચેતના. આ ગુણ વડે જીવને બીજા દ્રવ્યભાવોથી જુદો સ્પષ્ટ જાણી શકાય છે.
આ લક્ષણ દોષ રહિત છે એમ હવે બતાવવામાં આવે છે –
(૧) જીવનું લક્ષણ પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન છે, એમ કહીએ તો અવ્યાતિ દોષ આવે, કારણ કે ઘણા જીવોને અલ્પજ્ઞાન-અપૂર્ણજ્ઞાન છે.
(૨) જીવનું લક્ષણ અરૂપી કહીએ તો અતિવ્યાતિ દોષ આવે, કારણ કે અરૂપી બીજાં ચાર જડ દ્રવ્યો પણ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com